કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત થનારા લોકોમાં વધારો થઈ રહ્યો છે અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી કુલ 82 લોકો બ્રિટનથી આવેલા રોગચાળાના નવા રૂપના ચપેટમાં આવી ચૂક્યા છે. દેશમાં વેક્સિનને લઈને પણ ઝડપથી કામ થઈ રહ્યું છે અને સંભાવના છે કે આગામી સપ્તાહથી લોકોને એના ડોઝ મળવાનું શરૂ થઈ જશે.
છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં 18,139 કોવિડ-19 સંક્રમણના નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 20,539 લોકો આ જીવલેણ સંક્રમણથી સ્વસ્થ થયા છે અને 24 લોકો મૃત્યુ પામ્યા હતા. એની સાથે જ શુક્રવાર સુધી દેશભરમાં કોવિડ-19 કેસોની સંખ્યા 1,04,13,417 સુધી પહોંચી ગઈ છે અને મરનારાઓની સંખ્યા 1,50,570 સુધી પહોંચી ગઈ છે, જ્યારે તંદુરસ્ત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 1,00,37,398 છે. આરોગ્ય મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે.
ભારતમાં હવે નવા કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. શુક્રવાર સવાર સુધી દેશમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી જોડાયેલા કુલ 82 કેસ સામે આવ્યા છે. ત્રણ દિવસ પહેલા જ નવા સ્ટ્રેનના સૌથી વધારે કેસોની પુષ્ટિ પૂણેની લૅબમાં કરાવામાં આવી હતી. તાજેતરમાં બ્રિટનથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પાછા ફરેલા એક પરિવારમાં બે વર્ષની બાળકીમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન હોવાનું જાણવા મળ્યું હતું. તેમ જ તમિલનાડુમાં પણ સંક્રમણના નવા કેસો મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો અને વિવિધ દેશોમાં આ સંક્રમણ ફેલાઈ ગયો છે. જોકે નવા કેસ સામે આવવાનું ચાલુ જ છે. કોરોના વાઈરસના નવા સ્ટ્રેનને જોતા ભારતે અગાઉ યૂકેથી આવનારી ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી હતી, પરંતુ કેસ ઓછા મળ્યા બાદ ફરીથી ફ્લાઈટ્સ શરૂ થઈ શકે છે.
સેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી
20th January, 2021 15:48 ISTઍલર્જી હોય તો વૅક્સિન લેવાનું ટાળો
20th January, 2021 14:21 ISTભારત કોરોનાની એક કરોડ રસીના ડૉઝ દાનમાં આપશે
20th January, 2021 14:18 ISTCoronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,823 નવા કેસ નોંધાયા, રિકવરી રેટમાં વધારો
20th January, 2021 13:49 IST