Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચીન સાથેની સરહદ સળગતા ભારતના 20 જવાન શહીદ થયા

ચીન સાથેની સરહદ સળગતા ભારતના 20 જવાન શહીદ થયા

17 June, 2020 11:35 AM IST | New Delhi
Agencies

ચીન સાથેની સરહદ સળગતા ભારતના 20 જવાન શહીદ થયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતની સરહદે પાકિસ્તાન દ્વારા એલ.ઓ.સી. અને એલ.એ.સી. પર સતત ગોળીબારની ઘટના બાદ હવે ચીન દ્વારા પણ ભારતની સામે ઉશ્કેરણી કરવાના ઇરાદે ૫૩ વર્ષ બાદ લદ્દાખ સરહદે ચીન સાથે થયેલા સામસામે હિંસક ઘર્ષણની ઘટના બની છે, જેમાં ભારતના એક કર્નલ સહિત દસ જવાનો શહીદ થયા હતા. જોકે બિનસત્તાવાર આંકડો ૨૦નો છે એમ કહેવાય છે. બન્ને દેશોના સૈનિકો વચ્ચે ગોળીબારને બદલે સામસામે મારામારી કે સામસામે પથ્થરબાજીની ઘટના બની હોવાનું સમજાય છે. ચીની સૈનિકોએ કાંટાળા વાયરની લાકડીઓ વડે હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

બન્ને તરફ ગોળીબારો થયાને ચીન કે ભારત એમ કોઈ તરફથી સમર્થન મળતું નથી. સરહદે તણાવ દૂર કરવાની પ્રક્રિયા વખતે આ ઘટના બની છે. બન્ને સેનાના સિનિયર અધિકારી સ્થિતિને શાંત કરવા માટે બેઠક કરી રહ્યા છે. અહેવાલ અનુસાર અથડામણ દરમિયાન ચીનની સેનાને પણ કેટલુંક નુકસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત જ નહીં, પરંતુ ચીન તરફી પણ નુકસાન પહોંચ્યું છે. આ અથડામણ દરમિયાન કોઈ પણ પ્રકારનો ગોળીબાર થયો નથી એટલે કે હિંસક ઝઘડો થયો હતો. આ અથડામણમાં ચીની સૈન્યને પણ નુકસાન થયું છે. ચીન બાજુ પાંચ સૈનિકોનાં મોત નીપજ્યાં છે. બીજિંગનો આરોપ છે કે ભારતીય સૈનિકોએ સરહદ પાર કરી હતી અને ચીની સૈનિકો પર હુમલો કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આવી સ્થિતિમાં ભારતે એકપક્ષીય કાર્યવાહી ન કરવી જોઈએ.



દરમ્યાન, ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પણ ભારતના ૧૦ જવાનોની શહીદી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેની જાણ કરીને સૈન્યના વડાઓની સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને સમગ્ર ઘટના સંદર્ભે રણનીતિ વિચારી હતી.


આ પહેલાં ટચૂકડા દેશ નેપાલે પણ કથિત રીતે ચીનના ઇશારે ભારતની સામે ગોળીબારો કર્યા હતા જેમાં એક ભારતીય નાગરિક માર્યો ગયો હતો. એમ મનાય છે કે ચીન-પાકિસ્તાન અને નેપાલ દ્વારા ભારતને ત્રણ મોરચે ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. નેપાલે ભારતના ત્રણ વિસ્તારોને પોતાના નકશામાં ગણાવીને અલગથી કાયમી વિવાદ સર્જવાનો પ્રયાસ કર્યો છે અને આ મામલે ભારત શાંતિથી ઉકેલ લાવવાના પ્રયાસની વચ્ચે ચીને ૧૯૬૨ની જેમ અવળચંડાઈ કરીને ભારતની પીઠમાં ફરીથી ખંજર ભોંકવાનું કામ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ સરહદ પર બન્ને સેનાઓની વચ્ચે સોમવાર મોડી રાત્રે ઘર્ષણ થયું હતું. છેલ્લા એક મહિનાથી ઊભી થયેલી સ્થિતિને થાળે પાડવા મંત્રણાની વચ્ચે હિંસક અથડામણની ગંભીર ઘટના બની હતી જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને ૯ જવાન શહીદ થયા છે. ચીનના પાંચ સૈનિકો હતાહત થયા હતા. ભારત-ચીન સીમા પર ૫૩ વર્ષ એટલે કે ૧૯૬૭ બાદ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જેમાં જ્યારે ભારતના જવાનો શહીદ થયા હોય. પાકિસ્તાનની સરહદની સાથે હવે ચીન સરહદે પણ હિંસક બનાવો આકાર લઈ રહ્યા છે. સૈન્ય નિષ્ણાતોએ ચીનના પગલાને ભારતની શાંતિ મંત્રણાને આગળ વધતી અટકાવવાના પ્રયાસ તરીકે ગણાવ્યું છે.


નોંધનીય છે કે ૧૯૬૨માં ચીને ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના નારા વચ્ચે એકાએક આક્રમણ કરીને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પચાવી પાડીને એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું અને વર્ષો બાદ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથેના સંબંધો સુધારવાના ભરચક પ્રયાસો હાથ ધર્યા છે. થોડાક સમય પહેલાં, મોદીએ તામિલનાડુના ઐતિહાસિક સ્થળે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું, પરંતુ ભારતમાંથી વિદાય થયા બાદ ચીને ડોકલામ અને હવે લદ્દાખ સરહદે ઉંબાડિયાં શરૂ કર્યાં છે. જોકે ચીન દ્વારા સોમવારની રાત્રે ગોળીબારની ઘટના અને ભારતના ૩ જવાનોની શહીદી ચીન દ્વારા ફરીથી ભારતની પીઠમાં ખંજર મારવા સમાન હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. દરમ્યાન, સેના તરફથી જાહેર અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગલવાન ઘાટીમાં ડિ-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગઈ રાત્રે બન્ને સેનાઓનો આમનો-સામનો થઈ ગયો, જેમાં આપણા જવાન શહીદ થયા એમાં ભારતીય સેનાના અધિકારી અને બે સૈનિક સામેલ છે. બન્ને પક્ષોના વરિષ્ઠ સૈન્ય અધિકારી હાલનો તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા છે.

આ મામલે ચીનના વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ‘એ ભારત પર નિર્ભર છે કે આ મામલાને સહયોગથી ઉકેલે છે કે પછી એકતરફી કાર્યવાહી કરીને.’

રાજકીય રીતે જોઈએ તો ભારત-ચીન સીમાવિવાદ હવે મોટા તણાવમાં બદલાઈ રહ્યો છે. સોમવારે રાતે લદ્દાખની ગલવાન વૅલીમાં બન્ને દેશના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ છે જેમાં ભારતના એક કર્નલ અને ૯ જવાન શહીદ થયા છે. ભારત-ચીન સીમા પર ૫૩ વર્ષ એટલે કે ૧૯૬૭ બાદ એવી પરિસ્થિતિ આવી છે, જ્યારે ભારતના જવાનો શહીદ થયા છે. બન્ને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ ડિ-એસ્કેલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી. ડિ-એસ્કેલેશન હેઠળ બન્ને દેશોની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે.

ઊલટા ચોર કોટવાલ કો ડાંટે, ચીનનો આક્ષેપ કે ભારતના સૈનિકોએ સીમા ઓળંગી

પૂર્વ લદ્દાખમાં સોમવારની રાત્રે ભારતના ૩ સૈનિકોની મારી-મારીને હત્યા કર્યા બાદ ચીન હવે ઊલટાનું ભારત પર જ આરોપો થોપી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયથી જ્યારે ભારતીય જવાનોની શહાદત વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભારત એકતરફી કાર્યવાહી ન કરે અથવા તો સમસ્યાને ભડકાવે નહીં. ચીને દાવો કર્યો કે ભારતના સૈનિકોએ સરહદને પાર કરી અને ચીની જવાનો પર હુમલો કર્યો.

ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતીય જવાનોએ બે વખત બૉર્ડરને ગેરકાયદે રીતે પાર કરી અને ચીની સૈનિકો પર હુમલો કર્યો. આ દરમ્યાન બન્ને દેશોના જવાનો વચ્ચે અથડામણ થઈ અને પરિણામ સ્વરૂપે હિંસક ઝડપ થઈ છે. ચીની વિદેશ મંત્રીએ કહ્યું કે આ ઘટનાની વાતચીત પર અસર પડશે. આ આખા કેસનો ઉકેલ વાતચીત દ્વારા જ થશે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2020 11:35 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK