ગુજરાત જતી 14 ટ્રેનોમાં કોચનો વધારો કરાયો

Published: 3rd October, 2011 20:36 IST

અમદાવાદ : આગામી દિવસોમાં દિવાળી-નાતાલ સહિતના તહેવારોમાં ટ્રેન દ્વારા મુસાફરી કરતા પૅસેન્જરોને મુશ્કેલી નહીં નડે. તહેવારોના દિવસોને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિતની ૧૪ ટ્રેનોમાં આગામી ત્રણ મહિના સુધી વધારાના એક-એક કોચ જોડવામાં આવ્યા છે.


૧૪ ટ્રેનોમાં (અપ-ડાઉન બન્ને સાઇડ) વધારાના કોચ જોડવામાં આવતાં બીજા વધુ ૧.૧૮ લાખ મુસાફરોને આ વધારાની સુવિધાનો લાભ મળશે.

 


મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ (બન્ને તરફ), મુંબઈ-વડોદરા એક્સપ્રેસ (બન્ને તરફ)માં એક-એક એસી ચૅર-કાર કોચ જોડવામાં આવ્યા છે, જ્યારે બાકીની ટ્રેનોમાં એક-એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવ્યો છે. શનિવારથી શરૂ કરવામાં આવેલી આ વધારાની સર્વિસ આગામી ત્રણ મહિના સુધી મુસાફરો માટે ઉપલબ્ધ હશે.

વેકેશનના ધસારાને ધ્યાનમાં રાખીને ઉતારુઓને સુગમતા આપવા આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

કઈ-કઈ ટ્રેનનો સમાવેશ?

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-વડોદરા એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-જયપુર એક્સપ્રેસ, બાંદરા ટર્મિનસ-ભાવનગર એક્સપ્રેસ, બાંદરા ટર્મિનસ-હજરત નિઝામુદ્દીન એક્સપ્રેસ, વલસાડ-હરિદ્વાર એક્સપ્રેસ, વલસાડ-કાનપુર સેન્ટ્રલ એક્સપ્રેસ, વલસાડ-સોનપુર એક્સપ્રેસ, અમદાવાદ-નિઝામુદ્દીન એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ, અમદાવાદ-હરિદ્વાર એક્સપ્રેસ, ઇન્દોર-જમ્મુ-તવી એક્સપ્રેસ અને હાપા-તિરુનેલવેલી એક્સપ્રેસમાં આ વધારાના કોચ જોડવામાં આવ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK