હવે પૂર માટે પણ નેપાલે ભારત પર મૂક્યો દોષનો ટોપલો, કહ્યું સીમા પર રોડ બનાવી ડૂબાડ્યા

Published: Jul 13, 2020, 20:05 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવામાં લાગેલી કેપી શર્મા ઓલી સરકારમાં ગૃહમંત્રી રામ બહાદુર થાપાએ હવે પૂર માટે પણ દોષનો ટોપલો ભારત માટે ઢોળ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હાલ નેપાલમાં દરેક વાતે ભારત પર દોષારોપિત કરવાનું ચલણ બની ગયું છે. અહીં સુધી કે નેપાલમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકારે પૂર માટે પણ ભારતને દોષ દેવાનું શરૂ કરી દીધું છે, જ્યારે હકીકત એ છે પાડોશી દેશ તરફથી એકાએક ભારે માત્રામાં પાણી છોડી દેવાને કારણે દરવર્ષે બિહારમાં મોટી સંખ્યામાં નુકશાન થાય છે. ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવામાં લાગેલી કેપી શર્મા ઓલી સરકારમાં ગૃહમંત્રી રામ બહાદુર થાપાએ હવે પૂર માટે પણ દોષનો ટોપલો ભારત માટે ઢોળ્યો છે.

નેપાલી મીડિયા હાઉસ કાંતિપુરની એક રિપોર્ટ પ્રમાણે, ગૃહમંત્રી રામ બહાદૂર થાપાએ સોમવારે કહ્યું કે ભારતે સીમાના સમાનાંતર રોડ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને પાણીનો નિકાસ અટકાવી દીધો છે અને નાપલને ડૂબાડી દીધું છે. તેમણે ભારત અને નેપાલમાંથી વહેતી નદીઓમાં હસ્તક્ષેપ-કરારના ઉલ્લંઘનનો પણ આરોપ મૂક્યો છે.

પ્રતિનિધિ સભાના લોક પ્રશાસન અને સુશાસન સમિતિની એક બેઠકમાં થાપાએ કહ્યું કે ભારતે સીમાની સમાનાંતર રસ્તાનું નિર્માણ કર્યું છે અને આ કારણસર આ ક્ષેત્ર પૂરગ્રસ્ત છે. જો કોઇ માર્ગ નહીં કાઢ્યો તો નેપાલ સંપૂર્ણપણે ડૂબી જશે. તેમણે પોતાની રક્ષા માટે બંધ અને તટબંધ બનાવ્યા, પણ નેપાલ માટે જોખમ છે. મંત્રીએ જણાવ્યું કે આને લઇને બધાં દેશોમાં ચર્ચા થઈ પણ કોઇ ઉકેલ ન આવ્યો. તેમણે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK