Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહતના સમાચાર, મેડિકલ કોર્સમાં મળશે એડમિશન, પાસ કરવી પડશે આ પરીક્ષા

રાહતના સમાચાર, મેડિકલ કોર્સમાં મળશે એડમિશન, પાસ કરવી પડશે આ પરીક્ષા

03 December, 2019 02:29 PM IST | Mumbai Desk

રાહતના સમાચાર, મેડિકલ કોર્સમાં મળશે એડમિશન, પાસ કરવી પડશે આ પરીક્ષા

રાહતના સમાચાર, મેડિકલ કોર્સમાં મળશે એડમિશન, પાસ કરવી પડશે આ પરીક્ષા


મેડિકલના અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં એડમિશન લેવા માટે તૈયારી કરતાં ઉમેદવારો માટે આનંદના સમાચારો છે. હવે બધી મેડિકલ કૉલેજોમાં એડમિશન લેવા માટે પરીક્ષાર્થીઓને બસ નીટની પરીક્ષા પાસ કરવાની રહેશે. માહિતી માટે જણાવીએ કે પહેલા એમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાઇન્સેઝ), એએફએમસી (Armed Force Medical College), JIPMER (જવાહરલાલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) સહિત વિભિન્ન સંસ્થાઓમાં પ્રવેશ માટે જુદી જુદી પરીક્ષાઓ આપવી પડે છે જ્યારે દેશ આખાની અન્ય સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કૉલેજમાં એડમિશન માટે ઑલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ (All India Pre Medical Test- AIPMT)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હતું. પણ હવે પરીક્ષાર્થીઓને એમબીબીએસની બધી જ સીટો માટે બસ એક જ પ્રવેશ પરીક્ષા પાસ કરવાની હોય છે. જેના પછી વિદ્યાર્થીઓની સાથે સાથે માતા-પિતાને પણ રાહત મળી છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency- NTA) દ્વારા કહેવામાં આવ્યું છે કે નેશનલ મેડિકલ એક્ટ, 2019નું સેક્સન 14 હેઠળ બધી મેડિકલ કૉલેજોની એમબીબીએસ સીટ પર એડમિશન માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય એમ્સ, JIPMER જેવી સંસ્થાઓ માટે પણ નીટ દ્વારા જ એડમિશન આપવામાં આવશે. એનટીએ દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી વિદ્યાર્થીઓ અને માતા-પિતા ખૂબ જ ખુશ છે.



વધારવામાં આવી પરીક્ષાની ફી
આ વખચે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જનરલ કેટેગરીના ઉમેદવારોને 1500 રૂપિયા ફી આપવી પડશે, જ્યારે ઇડબ્લ્યૂએસ (આર્થિક રૂપે નબળું) અને ઓબીસી ઉમેદવારો માટે 1400 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 800 રૂપિયા પરીક્ષાની ફી નક્કી કરવામાં આવી છે.


આ સિવાય ગયા વર્ષના સામાન્ય વર્ગના ઉમેદવારોને 1400 અને એસસી-એસટી કેન્ડિડેટ્સ માટે 750 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આવેદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી ગઈ છે અને આવેદનમાં સુધાર માટે ઉમેદવારો 31 ડિસેમ્બર, 2019 સુધી આવેદન કરી શકે છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો


હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય 11 ભાષાઓમાં થશે પરીક્ષા
પરીક્ષાનું આયોજન 03 મે, 2020ના કરવામાં આવી રહી છે. હિન્દી અને અંગ્રેજી સિવાય 11 ભાષાઓમાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ 27 માર્ચ, 2020થી ઑફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 02:29 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK