ડ્રગ્સ કેસમાં ફસાયો મુંબઇનો જાણીતો મુચ્છડ પાનવાળો, NCBએ પાઠવ્યા સમન

Published: 11th January, 2021 16:21 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

એનસીબીએ ડ્રગ્સ તસ્કરી મામલે મુચ્છડ પાનવાળાને પૂછપરછ માટે સમન પાઠવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ડ્રગ્સ તસ્કરી મામલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની તપાસમાં દરરોજ નવા નામ સામે આવી રહ્યા છે. હવે આ તપાસમાં મુંબઇના જાણીતા મુચ્છડ પાનવાળાનું નામ સામે આવ્યું છે. જો કે, એનસીબીએ આ મામલે મુચ્છડ પાનવાળાને પૂછપરછ માટે સમન પાઠવ્યા છે.

મુચ્છડ પાનવાળાની દુકાન મુંબઇમાં આવેલી છે. આ દુકાન મુંબઇના સાઉથ કૅમ્પસ કૉર્નરમાં છે. માયાનગરીમાં એની પાનની દુકાન ખૂબ જ જાણીતી છે. જેના દીવાના કેટલાય બૉલીવુડ સેલિબ્રિટીઝ, બિઝનેસમેન સહિત અનેક ગ્રાહકો છે. જેકી શ્રૉફ ઘણીવાર આ દુકાન પર પાના ખાવા જાય છે. આ સિવાય અમિતાભ બચ્ચન સહિત અનેક સેલેબ્સના ઘરે અહીંના પાન જાય છે. વર્તમાનમાં આ દુકાન ઉત્તર પ્રદેશના તિવારીપુરની ત્રીજી પેઢીના માલિક જયશંકર તિવારી ચલાવી રહ્યા છે. તાજેતરમાં મુચ્છડ પાનવાળાને મુંબઇના નેપિએંસી રોડ, મુંબઇ કેન્દ્ર અને ખેતવાડીમાં નવા આઉટલેટ શરૂ કર્યા છે.

ઇતિહાસ
મુચ્છડ પાનવાળાની શૉપ આ પૉશ વિસ્તારમાં 1977થી છે. મુચ્છડ પાનવાળા આઉટલેટની શરૂઆત શ્યામ ચરણ તિવારીએ કરી હતી. જયશંકર પ્રમાણે તેમનું પાનનું વારસાગત બિઝનેસ છે. અહીના પાનમાં હર્બલ પ્રૉડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં 20 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના પાન મળે છે. આ પાન બાળકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે કારણકે તમને અહીં તમને ચૉકલેટ, સ્ટ્રૉબેરી, પાઇનેપ્પલ, વેનીલા જેવા 50 ફ્લેવરના પાન મળી જશે. તેમણે પોતાના પિતાની જેમ મોટી-મોટી મૂછ રાખચા પાનનું કારોભાર સંભાળ્યું છે.

શું છે ખાસિયત
આ દુકાન પર ત્રણ પ્રકારના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કલકત્તા, બનારસી અને મઘઇના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાનમાં જુદાં-જુદાં ફ્લેવર્સની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ દુકાનમાં કેટલાય પ્રકારના પાન મળે છે. મીઠા પાનના પ્રકારમાં કોલકાતા સ્વીટ, ગુંડી સ્વીટ, મગઈ સ્વીટ, ચૉકલેટ સ્વીટ, સ્પેશલ સ્વીટ, પાઇનએપ્પલ અને રાસ્પબેપી સ્વીટ સામેલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK