ડ્રગ્સ કેસમાં દીપિકાની પૂછપરછ કરતા NCB અધિકારી કોરોના પૉઝિટીવ

Published: 4th October, 2020 12:31 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સુશાંત સિંહ રાજપૂતના નિધન સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે બોલીવુડમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની પૂછપરછ દરમિયાન હાજર હતા, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.

તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ
તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના ઉપ નિદેશક કેપીએસ મલ્હોત્રા (KPS Malhotra), જે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case)ના નિધન સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે (Drugs Case) બોલીવુડ (Bollywood) અભિનેત્રી દીપિકા પાદુકોણ (Actress Deepika Padukone)ની પૂછપરછ દરમિયાન હાજર હતા, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ (Coronavirus Test Report Positiove)આવ્યો છે.

NCB જૂનમાં મુંબઇના બાન્દ્રામાં પોતાના અપાર્ટમેન્ટમાં સુશાંત સિંહ રાજપૂતના નિધન અને બોલીવુડમાં શંકાસ્પદ ડ્રગ-એંગલની તપાસ કરી રહી છે. અત્યાર સુધ, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહની એનસીબીએ પૂછપરછ કરી છે. આ કેસમાં અન્ય લોકોની પૂછપરછ કરવાની શક્યતા છે.

રિપોર્ટ્સ પ્રમાણે, ડ્રગ પેડલર્સ અને પાદુકોણ, કપૂર અને ખાન વચ્ચે કોઇપણ સંબંધ નથી, જેમની સાથે એજન્સીએ સપ્ટેમ્બરમાં પૂછપરછ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન, તેમાંથી ત્રણેયએ ડ્રગ્સ લેનાની ના પાડી હતી. એનસીબી સૂત્રો પ્રમાણે, તપાસ દરમિયાન કોઇ ચોક્કસ પુરાવા મળવા પર જ ફરી તપાસ કરવામાં આવશે.

રિયા ચક્રવર્તી, ભાઇ શોવિક, સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ પ્રબંધક સેમ્યુઅલ મિરાંડા તે લોકોમાં સામેલ છે જે અભિનેતાના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) પેનલે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)ના અનુરોધ પર શબ પરીક્ષણ રિપોર્ટની તપાસ કરી, જેમાં જાણવા મળ્યું કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. એમ્સે હત્યાની કોઇપણ શક્યતાને રદિયો આપ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK