Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કંઈક આ રીતે મનાવી જુઓ ૨૦૨૦ની નવરાત્રિ

કંઈક આ રીતે મનાવી જુઓ ૨૦૨૦ની નવરાત્રિ

17 October, 2020 08:58 PM IST | Mumbai
Nasreen Modak Siddiqui

કંઈક આ રીતે મનાવી જુઓ ૨૦૨૦ની નવરાત્રિ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અનલૉક-5ની સાથે રેસ્ટોરાં ખોલવાની પરવાનગી મળી એટલે શહેર ફરી એક વાર ધમધમી ઊઠશે. પણ અત્યારે આપણે કોવિડ સાથે ફાઇટ કરી રહ્યા છીએ. એ કાબૂમાં નથી આવ્યું ત્યારે આ સમયમાં ટોળામાં ભેગા થવું મૂર્ખામીભરી બાબત કહી શકાય. પાછલા મહિનાઓમાં આવી ચૂકેલા તહેવારો જે રીતે ઊજવાયા એ જોતાં આ વખતની નવરાત્રિ પણ ઠંડી રહેશે.

સરકારે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો જાહેર કર્યા છે એ પ્રમાણે આજથી શરૂ થનારો નવ દિવસનો તહેવાર દર વખતની જેમ આ વર્ષે ભવ્ય રીતે નહીં ઊજવાય.



જોકે આજે વર્ચ્યુઅલ સેલિબ્રેશનનું ચલણ આવ્યું છે. એને લીધે આપણે ઇન્ટરનેટની હેલ્પથી મિત્રો અને પરિવાર સાથે જોઈઅે અેટલી મોજ-મસ્તી માણી શકીશું. સરસ તૈયાર થઈને ઘરમાં રહીને મન ફાવે તેમ ડાન્સ કરીને


આપણે આ પળોને એન્જૉય કરી શકીશું. કેવી રીતે? આવો, એક્સપર્ટ્સ પાસેથી જાણીએ.

આંખો પર નજર ઠરવી જોઈએ


બહાર હો ત્યારે માસ્ક જરૂરી છે એટલે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ બિઅન્કા લૉઝાડો સલાહ આપે છે કે એ વખતે મેકઅપ ખરાબ ન થાય એવો મેકઅપ કરવો જરૂરી છે. તે કહે છે, ‘આવે વખતે આંખ પર ફોકસ કરો. આંખ જ એવી છે જે તમારા માસ્ક પાછળ છુપાઈ જતી નથી. એ જ સૌથી પહેલી નજરે પડે છે. આંખોનો મેકઅપ પરસેવાથી બગડે નહીં એટલે વૉટરપ્રૂફ મસ્કરા અને આઇલાઇનર વાપરવાનો આગ્રહ રાખો. મેકઅપના બેઝમાં પ્રાઇમર વાપરો જેને લીધે તમારો મેકઅપ લાંબો સમય સુધી ટકે. ટ્રાન્સફર પ્રૂફ લિપ્સ્ટિકનો ઉપયોગ જ કરો જેને લીધે એ આઠ કલાક સુધી બિલકુલ બગડે નહીં.’ 

ખાસ ટિપ : આછો પણ તમારી આંખ પર ધ્યાન કેન્દ્રિત થાય એ રીતે ગ્લિટરનો ઉપયોગ કરો.

કમ્ફર્ટ ફીલ થાય છતાં ગ્લૅમરસ લાગે એવો ડ્રેસ પહેરો

ઘરમાં તૈયાર થઈને બેસી રહેવાનું થોડું વિચિત્ર લાગે. એટલે વજનદાર ઘાઘરા-ચોળી પહેરવાનો કોઈ અર્થ નથી. મૂવમેન્ટ થેરપી પ્રૅક્ટિશનર તેમ જ ડાન્સ અને ટેક્સટાઇલ પ્રોજેક્ટનાં ફાઉન્ડર રિદ્ધિ દોશી કહે છે કે ઘરમાં ભારે ભરખમ ચણિયા-ચોળી પહેરવાથી તમે થાકશો. એને બદલે એકદમ કમ્ફર્ટેબલ ડ્રેસ પહેરવો જરૂરી છે. તમે આરામથી હરી-ફરી શકો એવી રીતે તૈયાર થાઓ. ભારે કપડાંને બદલે હલકીફૂલકી કુરતી સાથે કૉટનનો ગ્લિટરવાળો પ્લાઝો અને એની સાથે દુપટ્ટો યોગ્ય રહેશે. ‘એના પર બાંધણી, લહેરિયા, એમ્બ્રૉઇડરી કે પછી આભલા ટાંકેલો દુપટ્ટો પહેરશો તો એકદમ ગુજરાતી દાંડિયા નાઇટની ફીલ આવશે. બીજા વિકલ્પ તરીકે તમે સ્કર્ટની ઉપર ખૂલતા રંગનું બ્લાઉઝ અને એની સાથે મૅચ કરતો દુપટ્ટો પહેરશો તો તહેવાર જેવું લાગશે.’

સાડી પહેરવાનું વિચારનારાઓ માટે ઝરી વર્કના પાલવવાળી બાંધણી કે લહેરિયું અને એ પણ ગુજરાતી સ્ટાઇલથી પહેરાશે તો દીપી ઊઠશે. આગળ ઉમેરતાં તેમણે કહ્યું, ‘ઍક્સેસરીઝમાં બોલ્ડ પણ વજનમાં હળવી ઈયર-રિંગ્સ, સ્ટેટમેન્ટ નેકપીસ, વીંટી અને બંગડીઓનો જથ્થો કે જાડું બ્રેસલેટ એમાં ચાર ચાંદ લગાવશે. તહેવારની નજાકત માટે પારંપરિક રીતે પહેરાતો માંગ ટીકો અને નાકની નથણીથી તહેવારની નજાકત પણ સચવાશે અને તમારો દેખાવ પણ નિખરશે.’

પુરુષો માટે બાટીક પ્રિન્ટનાં શર્ટ અને જિન્સની પેર અફલાતૂન લાગશે. અથવા તો પછી કાળા કે સફેદ રંગના કુરતા પર ડોકની ફરતે વીંટાળેલો બ્રાઇટ દુપટ્ટો પહેરવાથી સોબર લુક લાગશે. ટ્રેડિશનલ ટાઇપની કોટ પિન લગાડીને તમારો સ્ટાઇલ ક્વોશન્ટ થોડો ઊંચો કરી શકાય.

ખાસ ટિપ : લાલ, લીલા, ભૂરા, ખૂલતા ગુલાબી, જાંબુડી રંગના દુપટ્ટા પર પસંદગી ઉતારશો તો સ્ક્રીન પર એ ખૂબ નિખરશે.

તમારા ડાન્સ કૉર્નરને આકર્ષક બનાવો

મહેમાન આવવાના હોય તો ઘરને સજાવવાની એક અલગ જ મજા છે. એમાંય તહેવારમાં ઘરને સજાવીએ તો એની ઉજવણીનો આનંદ વધી જાય. ઇવેન્ટ સ્ટાઇલિશ અને ડાયનર્સ બાય નયનતારાનાં ફાઉન્ડર નયનતારા સંગતાણી કહે છે, ‘ઘરમાં સ્થાપિત કરેલો પ્રજ્વલિત ગરબો એ ગર્ભ દીપ શબ્દમાંથી આવેલો છે જેનો અર્થ થાય છે જીવંતતા. એટલે તમારી વર્ચ્યુઅલ સજાવટમાં મીણબત્તીઓ, દીવા અને ફાનસ પ્રગટાવજો. બસ, એટલું જ ધ્યાનમાં રાખજો કે તમે જ્યાં ડાન્સ કરવાના હો એની ખૂબ નજીક એને નહીં રાખતા. પીળો, ગુલાબી, કેસરી રંગમાંથી કોઈ પણ બે રંગ લઈને થીમ બનાવજો. આ રંગો સ્ક્રીન પર અત્યંત સુંદર લાગશે. સૌથી મજાનો આઇડિયા એ રહેશે કે મહેમાનો માટે એકસરખી થીમ હોય. દરેકને ગ્રુપ ચૅટ કે ઝૂમ કૉલ પર આ ફેસ્ટિવ ઇમેજ શૅર કરો જેને કારણે દરેકની પર્ફોર્મન્સ સ્પેસનું બૅકગ્રાઉન્ડ એકસરખું લાગશે.’

ડાન્સ શરૂ કરતાં પહેલાં તમારી વર્ચ્યુઅલ સ્પેસની લાઇટ તપાસી લેજો. દિવસની પાર્ટી હોય તો કુદરતી પ્રકાશ હોવો જરૂરી છે. સાંજ પછી ડાન્સ કરવાનો હોય તો તમારા ઘરમાં પૂરતી લાઇટ હોવી જરૂરી છે. આને લીધે તમારી સજાવટ અને તમને બન્નેને પૂરતી લાઇટ મળી રહે. સ્ક્રીનનું સેટિંગ એવું રાખો કે તમારા ચહેરા પર લાઇટ પડે નહીં કે તમારી પીઠ પર.

સ્ક્રીન બાબતે સાવચેતી રાખવાનું જણાવતાં નયનતારા સંગતાણી કહે છે, ‘કૅમેરાને વધુ પડતા પાસે રાખવાથી તમારો ડાન્સ અને બૅકગ્રાઉન્ડની સજાવટ બન્ને ફ્રેમની બહાર નીકળી કપાઈ જશે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનું વૉલ્યુમ પણ વ્યવસ્થિત રાખજો જેને લીધે તમારો મૂડ અને ઍમ્બિયન્સ બન્ને ખીલી ઊઠે.’

ખાસ ટિપ : વર્ચ્યુઅલ પાર્ટી માટે તમારા ઘરને સજાવતી વખતે એકબીજાના પૂરક એવા બે રંગની થીમ તૈયાર કરજો.

એવી રીતે ડાન્સ કરો જાણે બધા તમને જોઈ રહ્યા છે

ઑનલાઇન ગરબા ટ્રેઇનિંગ આપતાં રિદ્ધિ દોશી માને છે કે ગરબા દાંડિયા હળવાશથી એકદમ ખુલ્લા મને ફ્રેન્ડ્સ તેમ જ ફૅમિલી સાથે મજા કરવા માટે રમવાના હોય છે. વર્તુળમાં ગોળ ફરીને નાચવાથી એકસરખું રમાતું હોવાની સાથે આપણી વચ્ચે એકતા લાગે છે.

તેઓ સૂચન કરે છે કે સ્ટેપની પસંદગી કરો ત્યારે તમારા શરીરના ઉપલા હિસ્સા પર વધુ ધ્યાન રહેવું જોઈએ. વર્ચ્યુઅલ સેટિંગ વખતે કદાચ એવું બને કે તમારા શરીરનો નીચેનો હિસ્સો ખાસ નહીં દેખાય એટલે સ્ટેપ પસંદગી કરતી વખતે એવાં સ્ટેપ પસંદ કરો. ‘તમારાં સ્ટેપ એ રીતે કોરિયોગ્રાફ કરો કે તમે બેઠાં-બેઠાં પણ એ કરી શકો, કારણ કે નાનકડા સ્ક્રીન બૉક્સ પર તમે આખા નહીં દેખાઓ. એવાં સ્ટેપ્સ કરો કે જેને લીધે તમે પ્રત્યક્ષ મળ્યા નથી છતાં ડાન્સ કરવામાં ઊર્જા પણ અનુભવાય અને તમે સાથે મળીને ડાન્સ કરો છો એવું પણ લાગે.’

પર્ફૉર્મન્સને ઇન્ટરેસ્ટિંગ બનાવવાની ટિપ્સ જણાવતાં રિદ્ધિ ઉમેરે છે, ‘ગીતો વર્સેટાઇલ હોવાં જોઈએ. પહેલાં થોડાં ધીમાં ગીત વગાડીને ગ્રુપને વૉર્મ અપ કરો ત્યાર પછી ફાસ્ટ ટ્રૅક પર જાઓ. બૉલીવુડ મિક્સ અને ત્યાર પછી ગુજરાતી ગીતો પર પસંદગી ઢોળો જેથી નાના-મોટા તેમ જ ગુજરાતી અને બિનગુજરાતી બધા જ એ ગીતોના તાલ પર ઝૂમી શકે અને આ નાચ-ગાનમાં સામેલ થાય. વગાડવા માગતા હો એ તમામ ગીતો પહેલેથી ડાઉનલોડ કરી રાખો અને પ્લે-લિસ્ટ પણ તૈયાર રાખો. ડાયરેક્ટ યુટ્યુબમાંથી ગીતો વગાડશો તો વચ્ચે આવનારી જાહેરખબરો ડાન્સનો ફ્લો અને તમારો મૂડ બગાડી નાખશે.’

આમાંથી સ્ટેપ્સની પસંદગી કરો

ત્રણ તાળી

આ સ્ટેપ્સ ગરબા દાંડિયાનાં ખૂબ જ જાણીતાં અને એકદમ સહેલાં સ્ટેપ છે. એ ઘણી જુદી-જુદી રીતે કરી શકાય છે. એક તાળી તમારા માથા ઉપર હાથ ઊંચા કરીને, બીજી તાળી તમારી છાતી આગળ અને ત્રીજી તાળી ઘૂંટણની ઉપર. આ ક્રમાંકને ઊંધેથી પણ લઈ શકાય. આમાં બીજું એક વેરિએશન ઉમેરી શકાય કે જ્યારે તમે બેઠાં-બેઠાં સ્ટેપ કરો ત્યારે એક તાળી તમારી જમણી તરફ કમર આગળ બીજી હાથને ખેંચીને માથા પર અને ત્રીજી ડાબી બાજુ કમર તરફ લઈ શકાય.

બે તાળી

જમણા પગને આગળ પાછળ કરી તમારા માથા પર તાળી અને પછી વાંકા વળી સાથળ આગળ એમ તાળી લઈને રમી શકાય. ઉપર તરફ તાળી પાડતી વખતે એવી રીતે પાડો કે જાણે તમે બે હાથે કશુંક એકઠું કરી રહ્યા છો અને જ્યારે નીચે વળી તાળી પાડો ત્યારે પાછળના હાથ છુટ્ટા મૂકી દો જાણે પાછળ કશુંક મૂકી દેતા હો એમ રમો.

તાળી ચપટી‍

તમારા હાથને વાળી અને તમારા જમણા હાથને માથા ઉપર અને ડાબા હાથને ડોક સુધી લઈ જાઓ. અને પછી બન્ને હાથને સમાંતર રાખી ચપટી વગાડો અને પાછી તાળી પાડો. હવે પછી તમારા ડાબા હાથને ઉપર અને જમણા હાથને નીચે લો.

ચપટી રોલ

ચપટી લો અને તમારા હાથને આગળ પાછળ એમ ચાર વાર રોલ કરો. બેઠેલા હો ત્યારે પહેલી જમણી તરફ, બીજી વચ્ચોવચ્ચ અને ત્રીજી ડાબી બાજુ ચપટી વગાડતાં તમારી કમરને થોડી લચકાવો અને ઊભા હો ત્યારે અર્ધ વર્તુળાકારમાં આગળ વધતી વખતે ચાર ડગલાં આગળ જઈ તમારી કમરને જમણી તરફ તમારા હાથની સાથે થોડી લચકાવો.

પ્રો ટિપ - તમારાં સ્ટેપ્સ એ રીતે કોરિયોગ્રાફ કરજો કે તમે બેઠા હો ત્યારે પણ દેખાય, કારણ કે તમારી પાસે નાનું અને મર્યાદિત સ્ક્રીન બૉક્સ છે.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2020 08:58 PM IST | Mumbai | Nasreen Modak Siddiqui

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK