Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઝી ન્યુઝે સમાચાર રોકવા માટે કરી હતી ૧૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ

ઝી ન્યુઝે સમાચાર રોકવા માટે કરી હતી ૧૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ

26 October, 2012 05:37 AM IST |

ઝી ન્યુઝે સમાચાર રોકવા માટે કરી હતી ૧૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ

ઝી ન્યુઝે સમાચાર રોકવા માટે કરી હતી ૧૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ






દેશના ટોચના ઉદ્યોગપતિ અને કૉન્ગ્રેસના સંસદસભ્ય નવીન જિંદલે ગઈ કાલે જાણીતી ન્યુઝ-ચૅનલ ઝી ન્યુઝ સામે સમાચારનું પ્રસારણ રોકવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. જિંદલે આ પુરવાર કરવા માટે સ્ટિંગ ઑપરેશનની ટેપ પણ જાહેર કરી હતી. હાલમાં જ બહાર આવેલા ૧.૮૬ લાખ કરોડ રૂપિયાના કોલસાકૌભાંડમાં જિંદલની માલિકીની કંપની પણ સંડોવાયેલી છે. આ કંપની બાબતના એક અહેવાલના બદલામાં ઝી ન્યુઝે ૧૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હોવાનો જિંદલે દાવો કર્યો હતો. બીજી તરફ ટીવી-ચૅનલે આવી કોઈ માગણી કરી હોવાનો ઇનકાર કર્યો હતો.


નવીન જિંદલે ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને દાવો કર્યો હતો કે ઝી ન્યુઝના માલિકોએ શરૂઆતમાં ૨૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી, પણ પછી રકમ વધારીને ૧૦૦ કરોડ રૂપિયા કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા સપ્ટેમ્બરથી ઝી ન્યુઝ અમારી કંપની વિરુદ્ધ ખોટા સમાચારો બતાવી રહી છે. જ્યારે અમે આ વિશે ચૅનલ સાથે વાત કરી ત્યારે તેમણે ૨૦ કરોડ રૂપિયા માગ્યા હતા. જિંદલે એમ પણ કહ્યું હતું કે ૧૩, ૧૭ અને ૧૯ સપ્ટેમ્બરે ઝી ન્યુઝના અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં ખંડણીની રકમ માગવામાં આવી હતી. જિંદલે આ બેઠકની ટેપ કરેલી રેકૉર્ડ પણ દર્શાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2012 05:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK