મંગળ અને બુધવારે રાતે ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ

Published: 28th September, 2011 17:50 IST

નવરાત્રિના દિવસોમાં કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે મુંબઈપોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુખ્યત્વે મુમ્બાદેવી મંદિર અને મહાલક્ષ્મી મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોવાથી એ જગ્યાએ વધુ સુરક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત જે જગ્યાએ કમર્શિયલ નવરાત્રિ થતી હોય છે ત્યાં પણ સ્થાનિક પોલીસ દ્વારા પૅટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. 


નો બૅગેજ પ્લીઝ


ટેરરિસ્ટો દ્વારા મુખ્યત્વે વધુ જાનહાનિ થાય એવા વિસ્તારોને ટેરર અટૅકમાં ટાર્ગે‍ટ કરવામાં આવતા હોય છે એટલે નવરાત્રિના દિવસોમાં હજારોની સંખ્યામાં મુંબઈગરાઓ મન મૂકીને રમવા નીકળી પડે છે ત્યારે તેમની સુરક્ષા જળવાઈ રહે એ માટે પોલીસ દ્વારા ચાંપતાં પગલાં લેવામાં આવ્યાં છે. મુમ્બાદેવી અને મહાલક્ષ્મી મંદિરમાં વધારાના સ્ટાફને ગોઠવવામાં આવ્યો છે અને ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ જાતનું બૅગેજ તેઓ દર્શન કરતી વખતે ન લઈ જાય. સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરાથી પણ મંદિરના વિસ્તારને પૂર્ણપણે આવરી લેવામાં આવ્યો છે.

કડક ચેકિંગ


સ્થાનિક સ્તરે જ્યાં પણ નવરાત્રિ થાય છે એ વિસ્તારના પોલીસ-સ્ટેશનને પૅટ્રોલિંગ વધારી દેવાનું કહેવામાં આવ્યું છે. કમર્શિયલ નવરાત્રિના ઑર્ગે‍નાઇઝરોને પણ પોલીસ-સિક્યૉરિટી આપવામાં આવી રહી છે. જોકે તેમના દ્વારા પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડ્સની મદદ પણ લેવાતી હોય છે. સ્થાનિક સ્તરે નાકાબંધી પણ ગોઠવવામાં આવશે. નવરાત્રિનો સમય સાંજે ૭થી ૧૦ વાગ્યાનો હોવાથી એ સમય દરમ્યાન નાકાબંધીમાં કડક ચેકિંગ કરવામાં આવશે.  સેન્સિટિવ એરિયાઓમાં જંક્શન પર વધુ પોલીસસ્ટાફ ગોઠવવામાં આવશે.

૧૨ વાગ્યા સુધી રમવાની છૂટ

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં મંગળવાર, ૪ ઑક્ટોબર અને બુધવાર, ૫ ઑક્ટોબર એ બે દિવસ રાતે ૧૨ વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમ સાથે રમવાની પરમિશન આપવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK