દુનિયાનાં ૧૦૦થી વધુ શહેરોમાં નવરાત્રિની ઉજવણી મોટી સિદ્ધિ
Published: 29th September, 2011 19:16 IST
વિશ્વમાં ગુજરાતના ગરબાની ચર્ચા થઈ રહી છે અને દુનિયાનાં ૧૦૦થી વધુ શહેરોમાં નવરાત્રિ ઊજવાઈ રહી છે એ મોટી સિદ્ધિ હોવાનું ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહીને ગુજરાતને ફૅમિલી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
અમદાવાદમાં ગઈ કાલે રાત્રે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું ઉદï્ઘાટન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કરીને નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સાઉથ આફ્રિકા, સિંગાપોર, ઇન્ડોનેશિયા સહિત ૧૭ દેશોના રાજદૂતો અને રાજદ્વારીઓ આ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વના સૌથી લાંબા ઉત્સવ ‘વાઇબ્રન્ટ નવરાત્રિ-૨૦૧૧’નો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે ‘ગુજરાતનો ગરબો એ અમારી સદીઓ જૂની પરંપરા છે. ગરબા એ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે, પણ આ ઓળખ ગુજરાતમાં જ સંકોચાઈને રહી જાય એ ગુજરાતને મંજૂર નથી. સમગ્ર વિશ્વને ગુજરાતની આ વિરાસત સાથે કેમ ન જોડીએ? ગુજરાતનો ગરબો ગ્લોબલ કેમ ન હોય? આ સવાલોના જવાબ શોધતાં આ નવરાત્રિ મહોત્સવ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.’
આ તબક્કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમે પણ કંઈ કમ નથી એ વાત દુનિયા સુધી પહોંચાડવી છે અને એ છે સર્વિસ સેક્ટર, ટૂરિઝમ. વિશ્વમાં ગુજરાતી સારા ટૂરિસ્ટ છે, પણ ગુજરાત ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના મૅપ પર નહોતું. ગુજરાત ટૂરિઝમનો ગ્રોથ ૧૫ ટકા છે.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK