૬૫ કિલો ચાંદીની માતાજીની ગરબી

Published: 22nd October, 2012 09:33 IST

કલ્યાણના મંડળમાં ૧૦૦ વરસથી એકધારી પરંપરાગત રીતે નવરાત્રિ ઊજવવામાં આવે છેજૂના કલ્યાણના બજારપેઠમાં આવેલા ગાંધીચોકમાં ઊજવાતી નવરાત્રિને સોમું વર્ષ થવા આવ્યું એ નિમિત્તે પહેલા નોરતે એક શોભાયાત્રા કાઢી હતી, જે આખા કલ્યાણમાં ફેરવવામાં આવી હતી. શ્રી ગાંધીચોક નવરાત્ર મંડળ ૧૯૧૩થી લઈને આજ સુધી સંપૂર્ણ પરંપરાગત રીતે નવરાત્રિ ઊજવે છે. અહીં પુરુષો અને સ્ત્રીઓ અલગ-અલગ ગરબા રમે છે એટલું જ નહીં, ગરબા પણ ખુલ્લા પગે જ રમાય છે. ગરબા રમતી વખતે કોઈ બૂટ કે ચંપલ પહેરી નથી શકતું. ઉપરાંત અહીં ગરબા અને ગીતો સિવાય કશું ન ગવાય. છતાંય રોજ બે હજાર લોકો અહીં ગરબા રમે છે એવું મંડળના દિનેશભાઈ જોશીનું કહેવું છે. ગરબા રમતી બહેનોની સુરક્ષા જળવાઈ રહે એ માટે મંડળના દોઢસો-બસો વૉલન્ટિયર કડક પહેરો ભરે છે. ગુજરાતી ઉપરાંત મારવાડી ફૅમિલીની છોકરીઓ અને સ્ત્રીઓ અહીં નિર્ભય થઈને રમી શકે છે એવું દિનેશભાઈનું કહેવું છે.

આઠમના દિવસે નવચંડી હવન થાય.  શરદપૂનમના દિવસે જે ભંડારો થાય એનો પ્રસાદ લગભગ ૩૦૦૦ લોકો લે છે.

૭૫ વર્ષ પહેલાં અહીં સાત ફૂટ ઊંચી અને ૬૫ કિલો ચાંદીની ગરબી મંડળે બનાવી હતી, જે દર નવરાત્રિએ મંડપમાં પધરાવવામાં આવે છે. આ ગરબીમાં પોણાબે ફૂટની માતાજીની ચાંદીની મૂર્તિ છે. પછી આ ગરબી એક ચોક્કસ ફૅમિલીના ઘરે રાખવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK