પશ્ચિમ બંગાળ: BJP અને TMC કાર્યકરો વચ્ચે ઘર્ષણ, અનેક વાહનોમાં લગાવી આગ

Published: 23rd January, 2021 14:58 IST | Gujarati Mid-day Online Correspondent | West Bengal

હાવડામાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ (Clash between BJP and TMC workers) થયાનું જાણવા મળ્યું છે. ભાજપે ટીએમસી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

તસવીર સૌજન્ય - ANI
તસવીર સૌજન્ય - ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ (West Bengal)ના પ્રવાસે આવવાના છે. વડા પ્રધાનની મુલાકાતને લઈને રાજ્યમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન, હાવડામાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ (Clash between BJP and TMC workers) થયાનું જાણવા મળ્યું છે. ભાજપે ટીએમસી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

tmc-worker

તસવીર સૌજન્ય - ANI

ભાજપના સ્થાનિક નેતાનું કહેવું છે કે, 'આજે અમારા કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. જો ટીએમસી આ પ્રકારનું રાજકારણ કરવા માંગે છે, તો તેઓને સમાન ભાષામાં જવાબ આપવામાં આવશે.'

જણાવી દઈએ કે નેતાજી સુભાષચન્દ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળ આવી રહ્યા છે. આ દરમિયાન વડા પ્રધાન વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં 'પરાક્રમ દિવસ' સમારોહની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આમંત્રિત છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK