મેટ્રો મૅન હશે કેરલાના બીજેપીના મુખ્ય પ્રધાનના ઉમેદવાર?
બીજેપીનો ઝંડો
દિલ્હીમાં મેટ્રોમૅન તરીકે જાણીતા ઈ. શ્રીધરનને બીજેપીએ કેરલાના મુખ્ય પ્રધાનના ઉમેદવાર બનાવ્યા છે. ૨૧ ફેબ્રુઆરીએ જ તેઓ બીજેપીમાં જોડાયા હતા. પોતાની રાજ્યવ્યાપી યાત્રાને આગળ વધારતાં કેરલાના બીજેપી પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું હતું કે બીજેપી અને અન્ય બે પરંપરાગત રાજકીય પક્ષ વચ્ચે આ જ તફાવત છે. આ બે પરંપરાગત રાજકીય પક્ષો ભ્રષ્ટાચારમાં રત છે જ્યારે કે અમારો પક્ષ નિર્દિષ્ટ સમય પહેલાં કામ પૂર્ણ કરવામાં માને છે. જો કે છેલ્લી ઘડીયે બીજેપી દ્વારા શ્રીધરનને મામલે ફેરવી તોળવામાં આવ્યું હતું.