સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પિતાની સંપત્તિ પર દીકરીને સમાન હક

Published: Aug 11, 2020, 22:17 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

સુપ્રીમ કોર્ટે કહ્યું છે લગ્ન પછી દીકરો બદલાય છે, દીકરી નથી બદલાતી અને લગ્ન બાદ દીકરીનો પ્રેમ માતા-પિતા પ્રત્યે વધે છે.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે (Supreme Court ) આજે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. પુત્રીઓને પણ પિતા કે પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સો મળી  શકે છે.  આ ઉત્તરાધિકાર એક્ટ 2005 અધિનિયમ લાગૂ થયા પહેલાં જ કોપર્શનરનું નિધન થયું હોય તો પણ દીકરીનો પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સો મળી શકે છે.

આ ચુકાદામાં જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું છે કે, “દીકરી જીવનભર માટે હોય છે અને માટે તેનો પિતાની સંપત્તિમાં હક કાયમ રહેવો જ જોઇએ. વન્સ અ ડૉટર ઑલવેઝ અ ડૉટર.” ક્લાસ 1 કાયદાકિય વારસ હોવાને કારણે દીકરી પરણેલી હોય કે ન હોય તેનો પિતાની સંપત્તિ પર એટલો જ અધિકાર છે જે એક દીકરાનો હોઇ શકે છે. 2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદો હતો તેમાં સુધારો કરાયો, અને કોર્ટે કહ્યું છે કે 2005 પહેલાં મૃત્યુ પામેલા પિતાઓની દીકરીને પણ પિતાની સંપત્તિમાં સમાન હક મળશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દ્વારા સ્પષ્ટ કર્યું છે કે 5 સપ્ટેમ્બર 2005 ના રોજ સંસદે અવિભાજિત હિંદુ પરિવારના અનુગામી કાયદામાં સુધારો કર્યો હતો. આના માધ્યમથી પુત્રીને પિતૃ સંપત્તિમાં સમાન હિસ્સો માનવામાં આવતો હતો. આવી સ્થિતિમાં, આ સુધારો 9 સપ્ટેમ્બર, 2005 ના રોજ અમલમાં આવ્યા પહેલા, જો કોઈ વ્યક્તિ ગુજરી ગઈ હોય અને મિલકત પાછળથી વહેંચાઈ જાય, તો તેનો હિસ્સો દીકરીઓને આપવાનો રહેશે. 1985માં જ્યારે એનટી રામ રાવ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન હતા. તે સમયે તેમણે પિતૃ સંપત્તિમાં પુત્રીઓના સમાન હિસ્સેદારીનો કાયદો પસાર કર્યો હતો. આના માત્ર 20 વર્ષ પછી 2005માં સંસદે સમગ્ર દેશ માટેની પુત્રોની સમાન સંપત્તિમાં પુત્રીઓને સમાન હિસ્સો માનવાનો કાયદો પસાર કર્યો. આ કેસ બહેન ભાઈઓ વચ્ચે સંપત્તિની વહેંચણી અંગેનો હતો. સુપ્રીમ કોર્ટમાં એક બહેનની અરજી હતી જેમાં ભાઈઓએ તેમની બહેનને સંપત્તિનો સમાન હિસ્સો આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે પિતાનું અવસાન 2005માં 9 સપ્ટેમ્બર પહેલા થયું હતું. તેથી આ સુધારા આ કિસ્સામાં લાગુ થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે લગ્ન પછી દીકરો બદલાય છે, દીકરી નથી બદલાતી અને લગ્ન બાદ દીકરીનો પ્રેમ માતા-પિતા પ્રત્યે વધે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK