કર્ણાટકમાં ગઈ કાલે વહેલી સવારે લિટિગિટ્ટી ગામ પાસે એક ટ્રક અને મિની બસની અથડામણ થતાં ૧૧ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા તથા ૬ વ્યક્તિ ઘાયલ થઈ હતી. પારિવારિક પ્રસંગ માટે દેવનાગરીથી ગોવા તરફ જઈ રહેલી આ મિની બસમાં ૧૭ પ્રવાસીઓ હતા, જેમાં મોટા ભાગે મહિલાઓ હતી. સૂચિત દુર્ઘટનામાં મિની બસના ડ્રાઇવર સહિત ૧૦ મહિલાઓ મૃત્યુ પામી હતી. ઈજાગ્રસ્ત ૬ મહિલાઓને સારવાર માટે નજીકના કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં લઈ જવાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મરનાર મુસાફરો પ્રત્યે દિલગીરી વ્યક્ત કરતાં ઈજાગ્રસ્તોને ઝડપી રિકવરીની કામના કરી છે.
સેક્સ સીડી પ્રકરણમાં કર્ણાટકના પ્રધાને આપ્યું રાજીનામું
4th March, 2021 10:00 ISTમહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
28th February, 2021 11:30 ISTકર્ણાટકથી મુંબઈ ખસેડાયો ગેન્ગસ્ટર રવિ પુજારી, સેશન્સ કૉર્ટમાં પેશી
23rd February, 2021 13:30 ISTમુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી રવિ પૂજારીની કસ્ટડી લેશે
21st February, 2021 10:12 IST