છેલ્લા ચાર દાયકામાં ભારત અને ચીનની સરહદે કોઇ હિંસાનો બનાવ નથી બન્યો પણ સોમવારે રાત્રે સંજોગોમાં પલટો આવ્યો છે. ચીન તરફથી લદ્દાખ બોર્ડર પર હિંસા થઇ છે જેમાં ભારતીય સેનાનાં એક અધિકારી અને બે જવાનોએ જીવ ગુમાવ્યા છે. આ હિંસક માહોલ અહીં અંદાજે 45 વર્ષ બાદ બન્યો છે જેમાં ભારત-ચીન સરહદ પર હિંસામાં કોઈ સૈનિકે જીવ ગુમાવ્યો હોય. એમ મનાય છે કે એલએસી બોર્ડર પર છેલ્લે બંન્ને દેશોએ ફાયરિંગ કર્યું હતું જે 1967માં થયું હતું, ચીન તરફથી 1975માં પણ ભારતીય સૈનિકો પર હુમલો થયો હતો.
1967માં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઇ હતી અને તે સિક્કીમમાં થઇ હતી. . 1975માં ચીને ફરી ગોળીબાર કર્યો હતો અને ભારતે ચાર સૈનિકો ગુમાવ્યા હતા પણ દર વખતની જેમ ચીને આ વાતનો અસ્વીકાર કર્યો હતો.આ જ ગલવાન ઘાટીમાં ચીને ભારતે પહેલાં પણ દગો આપ્યો હતો અને તે જ ઇતિહાસનું ગઇકાલે મોડી રાત્રે પુનરાવર્તન થયું છે. ભારતીય ઓફિસરો અને 2 જવાનોની મોત બાદ સીમા પર તણાવ વધારે વધી ગયો છે. થોડા દિવસો અગાઉ બન્ને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવા માટે ઉચ્ચ સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું. આ તરફ હંમેશની માફક ચીની પ્રસાર માધ્યમો ભારત પર જ ઘુસણખોરીનો આક્ષેપ લગાડી રહ્યા છે. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર ચીનને પણ નુકસાન થયું છે પણ તેમની તરફથી કોઇ કબુલાત કે જાહેરાત કે માહિતી બહાર નથી પડાઇ. છેલ્લા કેટલાય દિવસોથી લદ્દાખના આ વિસ્તારોમાં ભારત-ચીન વચ્ચે બહુ ઉચાટ ચાલી રહ્યો છે અને ચીન એમ ચોક્કસ કહે છે કે તેઓ આ વિવાદો ઉકેલવા માગે છે અને તે પણ વાટાઘાટોથી પરંતુ તેઓ કોઇ રીતે પીછેહઠ નથી કરી રહ્યા.
સિક્કિમમાં ઘૂસણખોરીના ચીનના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો
26th January, 2021 12:42 ISTદુનિયાની સામે અચાનક પ્રગટ થયા ચીનના અબજોપતિ જેક મા, આપ્યો સંદેશ
21st January, 2021 11:38 ISTચીનઃ મહિનાઓ સુધી ગાયબ રહ્યા પછી એકાએક આવ્યા સામે જૅક મા, તોડ્યું મૌન
20th January, 2021 14:47 ISTપાકિસ્તાને ચીનની વૅક્સિનને આપી મંજૂરી
20th January, 2021 14:23 IST