આજે નાણામંત્રીની બીજી પ્રેસકોન્ફરન્સ, કૃષિ-વંચિતો અંગે જાહેરાતની શક્યતા

Published: May 14, 2020, 14:27 IST | Gujarati Mid-Day Online Correspondent | Delhi

લૉકડાઉન શરૂ થયું ત્યારે માર્ચના અંતમાં સરકાર દ્વારા ગરીબો માટે જાહેરાતો કરવામાં આવી હતી અને આજની જાહેરાત તેનો જ વિસ્તાર હોઇ શકે છે.

નિર્મલા સિતારમણ - ફાઇલ તસવીર
નિર્મલા સિતારમણ - ફાઇલ તસવીર

ગઇ કાલે નાણા મંત્રી નિર્માલા સીતારમણે 20 લાખ કરોડના રાહત પેકેજનાં બ્રેકઅપની જાણકારી આપી અને પ્રથમ તબક્કામાં કઇ રીતે લઘુ ઉદ્યોગોને માટે જાહેરાતો છે તેની સ્પષ્ટતા કરી હતી. લધુ ઉદ્યોગો સહિત રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી.આજે ફરી સાંજે 4 વાગે નાણાં મંત્રી બીજી પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ગ્રામીણ અને શહેરી ગરીબોની સાથે કૃષિ ક્ષેત્ર માટે જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. આ સિવાય તેમાં મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળવાની સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે નાણાં મંત્રીનું લક્ષ્ય નાણાં આપવા તથા નિઃશૂલ્ક ખાન પાન પર હોઇ શકે છે. લૉકડાઉન શરૂ થયું ત્યારે માર્ચના અંતમાં સરકાર દ્વારા ગરીબો માટે જાહેરાતો કરવામાં આવી હતી અને આજની જાહેરાત તેનો જ વિસ્તાર હોઇ શકે છે. સરકારે લૉકડાઉનની શરૂઆતમાં પ્રધાનમંત્રી અન્ન યોજના  અંતર્ગત 5 કિલો વધુ ઘઉં-ચોખા અને 1 કિલો દાળ ત્રણ મહિના સુધી 80  કરોડ જરૂરિયાતમંદોને આપવાની જાહેરાત કરી હતી.

હવે સરકાર ગરીબો અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર લક્ષ્ય આપશે તેમ લાગે છે. ત્યાર બાદ મધ્યમ વર્ગ માટે અને અન્ય ક્ષેત્રો માટે કેટલાક ઉપાયો કરવામાં આવી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK