મધ્ય પ્રદેશના સીધી જિલ્લાના પાટના ગામમાં બસ નહેરમાં પડવાની દુર્ઘટનાના બચાવ અને રાહત કાર્યકરોને વધુ ચાર મૃતદેહ મળતાં એ અકસ્માતનો કુલ મરણાંક ૫૧ પર પહોંચ્યો છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગઈ કાલે પણ અકસ્માતના સ્થળની મુલાકાત લીધી હતી. ગયા મંગળવારે પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી પ્રાઇવેટ બસ નહેરમાં પડ્યા પછી પોલીસ, ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને બચાવ અને રાહત કામગીરી દરમ્યાન ૨૦ મહિલા અને બે બાળક સહિત ૪૭ જણના મૃતદેહ મળ્યા હતા. ગઈ કાલે વધુ ચાર પ્રવાસીના મૃતદેહ મળતાં અકસ્માતનો મરણાંક ૫૧ પર પહોંચ્યો હતો.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTઇસરોએ અમેઝૉનિયા સહિત ૧૮ સૅટેલાઇટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યાં
1st March, 2021 12:31 ISTલાલ કિલ્લાની હિંસા બીજેપીનું ષડયંત્ર : કેજરીવાલનો આક્ષેપ
1st March, 2021 12:28 ISTકોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ
1st March, 2021 12:24 IST