મોદીનો ભાજપા સ્થાપના દિવસ સંદેશઃ કોરોના સામે થાકવાનું નથી જીતવાનું છે

Published: Apr 06, 2020, 13:49 IST | Gujarati Mid-Day Online Correspondent | Delhi

આજે ભારતીય જનતા પાર્ટીનો 40મો જન્મદિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ કહ્યુ કે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાજીનાં નિર્દેશનું પાલન કરો અને દેશને કોવિડથી મુક્ત થવા એક થઇને લડત આપો.

નરેન્દ્ર મોદીનો ભાજપનાં સ્થાપના દિવસે સંદેશ.
નરેન્દ્ર મોદીનો ભાજપનાં સ્થાપના દિવસે સંદેશ.

આજે ભારતીય જનતા પાર્ટીનો 40મો જન્મદિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ કહ્યુ કે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાજીનાં નિર્દેશનું પાલન કરો અને દેશને કોવિડથી મુક્ત થવા એક થઇને લડત આપો.વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી આજે પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે વાત કરી.આ સંબોધનમાં તેમણે કાર્યકર્તાઓને કહ્યુંકે કોરોનાવાઇરસ સામેની લડાઇમાં હારવાનું કે થાકવાનું નથી પણ જીતવાનું છે.આ લાંબી લડાઇમાં આપણે વિજય મેળવવાનો છે.મોદીએ આ અંગે ટ્વિટર પર તમામ કાર્યકર્તાઓને પક્ષનાં સ્થાપના દીવસની શુભેચ્છા આપી.કાર્યક્રતાઓએ કઠણ સમયે જરૂરિયાતમંદોની મદદ કરવી અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ પાળવું તેમ કહ્યું.6 એપ્રિલ 1980 ભાજપાની સ્થાપના થઇ હતી.

વડાપ્રધાનનાં સંદેશનાં અંશો

કોરોના સામે લડવાના ભારતના પ્રયત્નોની પ્રશંસા થઈ રહી છે. વર્તમાન પરિસ્થિતિમાં આપણે ચારે તરફ જોઈ રહ્યાં છે કે દેશનો નાગરિક બધી વાતે એક સાથે છે પછી તે જનતા કર્ફ્યુ હોય કે લૉકડાઉન.130 કરોડ લોકોના દેશમાં લોકડાઉનના સમયે જે પ્રકારની એકતા જોવા મળી તે અભૂતપૂર્વ છે. કાલે આપણે જોયું કે તમામ સ્તરનાં લોકોએ પોતાની આગવી રીતે ઉત્કૃષ્ટ સમર્થન આપ્યું.આ લડાઇમાં દેશ મારી સાથે છે તે દેશે અનેકવાર સાબિત કર્યું છે.હવે દેશનું એક જ મિશન છે કે કોરોના સામને લડાઇમાં જીતવું.દેશના આ કઠણ સમયમાં પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પર રાષ્ટ્ર અને માનવ સેવાની જવાબદારી વધી ગઈ છે. પાર્ટીના 40માં સ્થાપના દિવસ પર હું તમને લોકોને આ મહામારીનો સામનો કરવા માટેનું આહ્લાન કરું છું. 

મોદીએ આ પાંચ આગ્રહ પર ભાર મૂક્યો

વડાપ્રધાને કહ્યું કે કાર્યકરોએ ગરીબોને રેશન આપવાની અવિરત સેવા ચાલુ રાખી છે તે સેવા સતત આ સ્થિતિમાં ચાલુ રાખવી. પાંચ ઘરો માટે રાંધો અને વંચિતોના પેટ ઠારો. સમાજમાં તમામનું મનોબળ વધે તે માટે કામ કરો.તમારા વિસ્તારમાં કામ કરતા નર્સ, સફાઇ કર્મચારી, પાલી કર્મચારી, બૅંક તથા પોસ્ટઑફિસમાં કામ કરનારાઓનો આભાર માનો.સાથે કામ કરી આપણે મહામારીને હરાવીશું.આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલોડ કરો અને અન્યનો કરાવડાવો.PMCARES ફંડમાં પણ તમામે પોતપોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઇએ.

અમિત શાહે ટ્વિટર પર કહ્યું કે, ભારતના લોકતંત્રની સાચી વાહક ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે સમસ્ત કાર્યકર્તાઓ અને દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. પોતાની રાષ્ટ્રવાદી વિચારધારા અને સિદ્ધાંતોથી ભાજપે કાયમ રાષ્ટ્રહિત માટે તેનું સર્વસ્વ અર્પણ કર્યું છે.  

 પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું ભાજપના 40માં સ્થાપના દિવસના પ્રસંગે હું તમામ કાર્યકર્તાઓને કોવિડ-19ની વિરુદ્ધની લડાઈમાં અદારણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા અને આપણા સ્વાસ્થ્ય માટે 24 કલાક અને સાત દિવસ કામ કરનાર વ્યક્તિઓનો ઉત્સાહ વધારવાનો અનુરોધ કરું છું. ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. અમે લોકોની સેવા માટે સમર્પિત છે.   

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK