રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ, શ્રધ્ધાળુ વિના યાત્રાનું કેન્દ્રનું સૂચન

Updated: 22nd June, 2020 13:35 IST | Dehi/Bhubaneshwar

કોરોના વાઇરસનાં સંક્રણમના જોખમને ધ્યાનમાં રાખીને જગ્ગનાથૂ પુરીની રથયાત્રા અટકાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે 18મી જૂને જાહેર કર્યો. આ નિર્ણયની વિરુદ્ધમાં વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

 

 

આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે રથયાત્રા પર રોક લગાવવાની અરજી દાખલ કરનારી ઓરિસ્સા વિકાસ પરિષદ તરફથી રજૂઆત કરી રહ્યા છે.

પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રા અંગે કેન્દ્ર સરકારે જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચની સમક્ષ કેસને રજુ કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે માત્ર એવા લોકો જેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય અને ભગવાન જગન્નાથ મંદિરમાં સેવા આપતા હોય છે માત્ર તેઓ અનુષ્ઠાનનો હિસ્સો બની શકે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 18 જૂને કહ્યું હતું કે જન સ્વાસ્થ્ય અને નાગરિકોના હિતની રક્ષાને ધ્યાને લઈ આ વર્ષે 23 જૂને ઓરિસ્સાના પુરીમાં નિર્ધારિત રથ યાત્રાને મંજૂરી ન આપી શકાય અને જો અમે તેની મંજૂરી આપીએ તો જગન્નાથ અમને ક્યારેય માફ નહીં કરે. આ સામે પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલા નંદે એમ સવાલ ઉઠાવ્ય કે સદીઓ જૂની પરંપરા તૂટી જશે તો શું ભગવાન માફ કરશે? સુપ્રીમકોર્ટમાં 4 રિવ્યૂ પીટિશન દાખલ થઇ છે, જે અંગે જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ આજે ચેમ્બરમાં સુનાવણી કરશે.  જગન્નાથ મંદિર સમિતિ, ગોવર્ધન પીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા સંગઠનોએ પુરીની રથયાત્રા પરનો પ્રતિબંધ હટાવવા માગ કરી છે.

જગન્નાથ મંદિર સમિતિએ કહ્યું કે રાજ્ય સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રથયાત્રાના આયોજન અંગે કરાયેલા સૂચનોની અવગણના કરતા આ સ્થિતિ સર્જાઇ છે.વિશ્વ હિન્દુ પરિષદે એમ પણ કહ્યું કે સુપ્રીમકોર્ટે આ મામલે નિર્ણય લેતાં પહેલાં તમામ સંબંધિત પક્ષકારોને સાંભળવા જોઇતા હતા.

First Published: 22nd June, 2020 13:27 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK