ગાય સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર 55 વર્ષનો પુરુષ જેલ ભેગો

Published: 9th July, 2020 16:27 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ભોપાલની ડેરીમાં બનેલી આ ઘટનામાં સાબિર અલી તરીકે ઓળખાયેલા માણસ સમે ફરિયાદ નોંધાઇ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક તરફ ગૌમાંસને લઇને બુમરાણ મચતી હોય છે અને ગાયને માતા કહેવાય એવું રાડો પાડી પાડી ગવાય છે પણ એક સાવ શરમજનક ઘટનામાં 55 વર્ષનાં માણસે ગાય સાથે સંભોગ કર્યો અને અંતે તેના આ વિકૃત કામ બદલ કસ્ટડીમાં લેવાયો છે. ભોપાલની ડેરીમાં બનેલી આ ઘટનામાં સાબિર અલી તરીકે ઓળખાયેલા માણસ સમે ફરિયાદ નોંધાઇ છે. આ ઘટના ચોથી જૂલાઇએ વહેલી સવારે ચાર વાગ્યે ઘટી હતી જ્યારે સાબિરે ડેરીની મુલાકાત લીધી હતી અને તેણે ગાય સાથે આવું અઘટિત કાર્ય કર્યું હતું.

“ડેરીના માલિક રામ યાદવે તેને પકડ્યો પણ પછી તેને જવા દિધો. બીજા દિવસે રામ યાદવે ડેરીનું સીસી ટીવી ફુટેજ જોયું અને તેને ખબર પડી કે અલીએ ગાય સાથે અણછાજતું કામ કર્યું હતું અને તેણે તરત જ પોલીસને જાણ કરી.” આ માહિતી અશોક ગાર્ડન પોલીસ સ્ટેશનનાં ઇનચાર્જ આલોક શ્રીવાસ્તવે આપી હતી.

રામયાદવે ફરિયાદ નોંધાવી એટલે સાબિર અલીને કલમ 377 હેઠળ ઝડપી લેવાયો હતો. સીસીટીવી ફુટેજને આધારે જ આ ધરપકડ કરાઇ હતી.

આવો જ એક કિસ્સો બે મહિના પહેલા ગુના જિલ્લામાં નોંધાયો હતો અને આવું બેહૂદું કામ કરનારને પકડી લેવાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થયો હતો. ઑગસ્ટ 2019માં એક માદા કુતરા સાથે પણ આવું કરનારા માણસ મુંબઇમાં ઝડપાયો હતો જે આવું અવારનવાર કરતો હોવાનુ પણ બહાર આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK