લગ્નનાં બે દિવસમાં વરરાજાનો જીવ ગયો, લગ્નમાં આવેલા 95ને Covid-19 પૉઝિટીવ

Published: Jun 30, 2020, 17:46 IST | Gujarati Mid-Day Online Correspondent | Patna

લગ્નના બે દિવસ બાદ 30 વર્ષીય વરરાજા જે ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિઅર હતો તે ગુજરી ગયો. તેનામાં કોરોનાનાં લક્ષણો દેખાયા હતા પણ અંતિમ સંસ્કાર પહેલા તેનો ટેસ્ટ નહોતો કરાયો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નામની અઢળક બુમો પડે છે પણ લોકોને તો અંતે જે કરવું હોય તે જ કરતા હોય છે. બિહારની રાજધાની પટનામાં લગ્ન કરવા નીકળેલા વરરાજાએ તો જાન ગૂમાવ્યો જ પણ સાથે લગ્નમાં આમંત્રણ આપી ભેગા કરેલા 95 જણને કોરોના પૉઝિટીવ આવ્યો છે.લગ્નના બે દિવસ બાદ 30 વર્ષીય વરરાજા જે ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિઅર હતો તે ગુજરી ગયો. તેનામાં કોરોનાનાં લક્ષણો દેખાયા હતા પણ અંતિમ સંસ્કાર પહેલા તેનો ટેસ્ટ નહોતો કરાયો.

યુવકના મોતના સમાચાર મળતા જ પાલીગંજ ગામના વહીવટી તંત્રએ તેના સગા સંબંધીઓના કોરોના ટેસ્ટ કર્યા અને 15 જૂને લગ્નમાં મહાલવા આવેલા 15 જણનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો. આ થયું પછી તંત્રએ ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કર્યું હતું. સોમવારે 80થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા હતા. આ બિહારનો પહેલો કેસ છે જેમાં વાયરસ આટલા બહોળા સ્તરે ફેલાયો હોય.  જોકે વહીવટીતંત્ર મરનાર યુવકનો ટેસ્ટ ન કરી શક્યુ કારણકે પરિવારે સરકારને જાણ કર્યા પહેલા જ અંતિમવિધિ કરી નાખી હતી. 

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 30 વર્ષનો યુવક 12મેના લગ્ન કરવા માટે દીહપાલી ગામ પહોંચ્યો હતો. તે ગામે પહોંચ્યો ત્યારે તેનામાં કોરોનાનાં લક્ષણ દેખાતા જ હતા પણ ઘરનાં લોકોએ કંઇ કહ્યું નહીં કે ન તો તેના લગ્ન અટકાવ્યા. જો કે લગ્નના બે દિવસ બાદ તેની હાલત કથળી અને પટના AIIMS લઇ જતી વખતે તેનું મૃત્યુ થયું. ત્યારબાદ વહીવટીતંત્રએ લગ્નમાં સામેલ થયેલા દરેક મહેમાનોનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમાં 95 લોકોના રિપોર્ટ પોઝિટવ છે જ્યારે યુવતીનો રિપોર્ટ નેગેટિવ છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK