ખેડૂત આંદોલનમાં સોશ્યલ મીડિયા દ્વારા ઉશ્કેરણીના ટૂલકિટ-કેસમાં બૅન્ગલોરથી ધરપકડ કરવામાં આવેલી ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ દિશા રવિએ પાંચ દિવસની પોલીસ-કસ્ટડી દરમ્યાન કેટલીક સગવડ માટે કરેલી અરજી દિલ્હીની અદાલતે સ્વીકારી છે. અદાલતને કરેલી અરજીમાં દિશા રવિએ પરિવાર સાથે ૧૫ મિનિટ વાત કરવાની છૂટ આપવા, વકીલ રાખવા અને તેમની સાથે અડધો કલાક વાત કરવાની છૂટ આપવા, ગરમ કપડાં રાખવા, પુસ્તકો રાખવા અને ઘરનો રાંધેલો ખોરાક મેળવવાની પરવાનગી દિશા રવિએ માગી હતી. અદાલતે અરજીમાં કરવામાં આવેલી માગણીઓ મંજૂર કરી હતી.
ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ પંકજ શર્માએ આ બાબતો ઉપરાંત ટૂલકિટ-કેસના ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર)ની નકલ મેળવવાની પણ પરવાનગી દિશાને આપી હતી. દિશા ટૂલકિટ ગૂગલ ડૉક્યુમેન્ટની એડિટર હોવાનો આરોપ પોલીસે મૂક્યો હતો. સાઇબર પોલીસે દિશા તથા અન્યોએ ખાલિસ્તાનતરફી પરિબળો ટૂલકિટ ગૂગલ ડૉક્યુમેન્ટ માટે કારણભૂત હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે વૉટ્સઍપ-ગ્રુપ દ્વારા અન્યો સાથે સમન્વય સાધીને બનાવેલા એ ડૉક્યુમેન્ટના માધ્યમથી સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક મોરચે રાષ્ટ્રવિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટૂલકિટ કેસમાં દિશા રવિની ધરપકડ કાયદેસર
ખેડૂત આંદોલન દરમ્યાન સોશ્યલ મીડિયા દ્વારા હિંસાની ઉશ્કેરણી સંદર્ભે ટૂલકિટ કેસમાં દિશા રવિ નામની ૨૨ વર્ષની ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટની ધરપકડ કાયદેસર હોવાનો દાવો દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે કર્યો હતો. શ્રીવાસ્તવે ગઈ કાલે જણાવ્યું હતું કે કાયદો ૨૨ વર્ષની ઉંમરના કે ૫૦ વર્ષની ઉંમર વચ્ચે તફાવત કે ભેદભાવ રાખતો નથી. શનિવારે બૅન્ગલોરથી દિશા રવિની ધરપકડના પગલામાં કાનૂની ત્રુટિઓ હોવાના આરોપોને શ્રીવાસ્તવે રદિયો આપ્યો હતો.
શાંતનુ મુલ્કે મેળવ્યા આગોતરા જામીન
ટૂલકિટ-કેસમાં શંકાસ્પદ આરોપી શાંતનુ મુલ્કે બૉમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદની બેન્ચમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. આ કેસમાં દિશા રવિની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીની કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરી શકે એ માટે શાંતનુને માત્ર ૧૦ દિવસના આગોતરા જામીન આપવામાં આવ્યા છે. અન્ય એક આરોપી નિકિતા જેકબે પણ આ જ મામલે બૉમ્બે હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી આજે થવાની છે.
સીબીઆઇના અધિકારીઓએ અભિષેકની પત્નીની સવા કલાક સુધી પૂછપરછ કરી
24th February, 2021 10:31 ISTગોવર્ધન પર્વતને પણ વેચી નાખશે બીજેપી સરકાર : પ્રિયંકા ગાંધી
24th February, 2021 10:31 ISTબે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
24th February, 2021 10:31 ISTમહારાષ્ટ્ર, કેરલા ને તેલંગણામાં મળ્યા કોરોનાના બે નવા સ્ટ્રેન
24th February, 2021 10:31 IST