ઉત્તરાખંડના ચમોલીમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટનો ડૅમ તૂટી ગયો, 150 લોકો ગુમ

Published: 7th February, 2021 14:27 IST | Gujarati Mid-day Online Correspondent | Uttarakhand

ચમોલી જિલ્લામાં હિમસ્ખલન બાદ ઋષિગંગા અને ફરી ધૌલીગંગા પર બનેલા હાઈડ્રો પ્રોજેક્ટનો ડૅમ તૂટી જવાથી ગંગા અને તેની સહાયક નદીઓના પૂરને કારણે નુકસાન થયું છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચમોલીથી લઈને હરિદ્વાર સુધી રેડ અલર્ટ જાહેર કરાયું છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય - મિડ-ડે)
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય - મિડ-ડે)

ચમોલી જિલ્લામાં હિમસ્ખલન બાદ ઋષિગંગા અને ફરી ધૌલીગંગા પર બનેલા હાઈડ્રો પ્રોજેક્ટનો ડૅમ તૂટી જવાથી ગંગા અને તેની સહાયક નદીઓના પૂરને કારણે નુકસાન થયું છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચમોલીથી લઈને હરિદ્વાર સુધી રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આ અકસ્માત થયો, ત્યારે બન્ને પ્રોજેક્ટ પર મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં આશરે 150 લોકો ગુમ થયાની આશંકા છે, જ્યારે બે લોકોના મૃતદેહો મળવાના સમાચાર છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સતત આ ઘટના પર નજર રાખી રહ્યા છે. તેઓ સ્થળ પર જવા રવાના થયા છે. ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યું છે, આ સંદર્ભે સીએમ ત્રિવેન્દ્ર રાવત સાથે વાતચીત કરવામાં આવી છે. ડીજી આઈટીબીપી અને ડીજી એનડીઆએફ સાથે પણ વાત કરવામાં આવી છે. તમામ સંબંધિત અધિકારીઓ લોકોને સલામત બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. એનડીઆરએફ બચાવ કામગીરી માટે રવાના થયા છે. દેવભૂમિને દરેક શક્ય સહાય આપવામાં આવશે. આ સાથે જ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે.

હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો

મુખ્ય સચિવ ઓમ પ્રકાશે કહ્યું કે એનડીઆરએફ પણ અસરગ્રસ્ત વિસ્તારો માટે રવાના થઈ ગઈ છે. પાણીનો પ્રવાહ હવે થોડો ઓછો થયો છે. આ કારણોસર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ગભરાવવાની જરૂર નથી. તેમ જ એનડીઆરએફ અને ઉત્તરાખંડ પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. +911352410197, +9118001804375, +919456596190. આ નંબરો પર ફોન કરીને મદદ મેળવી શકાય છે.

મળેલી માહિતી અનુસાર રવિવાર સવારે હિમસ્ખલન બાદ ચમોલી જિલ્લાના અંતર્ગત ઋષિગંગા નદી પર રૈણી ગામમાં નિર્માણ હેઠળ 24 મૅગાવૉટના હાઈડ્રો પ્રોજેક્ટને બેરેજ તૂટી ગયો હતો. ત્યાર બાદ કાટમાળ અને પાણીનો ભારે પ્રવાહ ધૌલીગંગા તરફ આગળ વધ્યો. પરિણામે રૈણીથી લગભગ 10 કિમી દૂર તપોવનમાં ધૌલીગંગા નદી પર બાંધકામ હેઠળ 520 મેગાવૉટ વીજ પ્રોજેક્ટરના બેરેજ પણ નષ્ટ થઈ ગયા હતા. આ પછી સ્થિતિ બગડી ગઈ. બન્ને પ્રોજેક્ટ પર કામ કરી રહેલા મોટી સંખ્યામાં મજૂરો તણાઈ ગયાની સૂચના છે.

કેમ્પોની સંખ્યા 600ની આસપાસ છે. સાથે જ ગંગા અને તેની સહાયક જે નદીઓમાં પૂરનું જોખમ છે, ત્યાં આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં મજૂરો પાણીમાં તણાઈ ગયા છે. બીજી તરફ ગઢવાલ મંડલાયક રવિનાશ રમણે જણાવ્યું ચમોલીના ડીએમ અને એસએસપી ઘટનાસ્થળ પર જવા રવાના થઈ ગયા છે.

બંધ કરાયું રાફ્ટિંગ

ઋષિકેશ કોડિયાલા ઈકો ટૂરિઝ્મ ઝોનમાં વૉટર પોલીસ અને એસડીઆરએફને અલર્ટ કરવામાં આવ્યા છે. જળ પોલીસ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાફ્ટિંગ સ્થળો પર પહોંચી ગઈ છે. અહીં રાફ્ટીંગ બંધ કરાયું છે. આ સાથે જ ચમોલી અને રૂદ્રપ્રયાગ જિલ્લામાં નદી કિનારે તમામ જગ્યાઓ પર અલર્ટ જાહેર કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK