Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > MP Bus Accident: કેનાલમાં પડી ગઈ 54 યાત્રીઓની બસ, 30નું મોત; 7 ઘાયલ

MP Bus Accident: કેનાલમાં પડી ગઈ 54 યાત્રીઓની બસ, 30નું મોત; 7 ઘાયલ

16 February, 2021 02:10 PM IST | Madhya Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

MP Bus Accident: કેનાલમાં પડી ગઈ 54 યાત્રીઓની બસ, 30નું મોત; 7 ઘાયલ

તસવીર સૌજન્ય - ANI

તસવીર સૌજન્ય - ANI


મધ્ય પ્રદેશમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. સીધીમાં 54 મુસાફરોથી ભરેલી એક બસ કેનાલમાં પડી ગઈ હતી. કેનાલમાંથી અત્યાર સુધીમાં સાત લોકોને બચાવવામાં આવ્યા છે. રાજ્યના પ્રધાન તુલસી સિલાવતે અકસ્માતમાં 30 લોકોના મોતની પુષ્ટિ કરી છે. બાકી બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટના રીવા-સીધી સરહદ નજીક છૂહિયાઘાટી ખાતે બની હતી. બાણસાગર પરિયોજનાની આ કેનાલ છે, જેમાં બસી પડી ગઈ છે. કેનાલથી નીકળેલા લોકોની ઓળખ હજુ થઈ નથી. બાકીના મુસાફરોની શોધ ચાલુ છે. એક ટીમ સ્થળ પર હાજર છે, કામગીરી ચાલુ છે. આ અકસ્માત થયો ત્યારે બસ સીધી સતના તરફ જઇ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો હતો.

bus



રિપોર્ટની માનીએ તો કેનાલ એટલી ઉંડી છે કે બસ તેમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ છે. ક્રેન દ્વારા બસને બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે. બાણસાગર ડૅમમાંથી નીકળતું પાણી બંધ કરાવી દીધું છે. જેથી બસને હાઈસ્પીડથી રોકી શકાય. કહેવાય છે કે બસમાં બઘવાર, ચોરગઢી સહિત આસપાસના પણ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બસ અકસ્માત અંગે સીધા કલેક્ટર સાથે વાત કરી છે.


મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કેનાલ એકદમ ઉંડી છે. અમે તરત ડૅમમાંથી પાણી બંધ કરાવ્યું અને રાહત અને બચાવ ટીમોને રવાના કરી છે. કલેક્ટર, એસપી અને એસડીઆરએફ (SDRF)ની ટીમ ત્યાં પહોંતી ગઈ છે. બસને નીકાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાહત અને બચાવ કામગીરી કરનારી ટીમ સાથે સતત સંપર્કમાં છે. મુંખ્યમંત્રીએ કહ્યું કે આ અકસ્માતમાં 7 લોકોને બચાવવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2021 02:10 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK