પંજાબની મોહાલી નગરપાલિકાની ચૂંટણીમાં પણ કૉન્ગ્રેસનો વિજય

Published: 19th February, 2021 11:08 IST | Agency | Chandigarh

પંજાબમાં મોહાલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે ૫૦માંથી ૩૭ સીટ પર જીત હાંસલ કરી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

પંજાબમાં મોહાલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે ૫૦માંથી ૩૭ સીટ પર જીત હાંસલ કરી છે. બાકીની ૧૩ સીટ પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે. અવ્યવસ્થા કે અરાજકતાના મળેલા અહેવાલના આધારે બુધવારે બે બૂથમાં ફરીથી મતદાન કરાયા બાદ મતગણતરી કરવામાં આવી હતી. આરોગ્ય પ્રધાન બલબીર સિંહના ભાઈ અમરજિત સિંહ વૉર્ડ-નંબર ૧૦માંથી જીત્યા હતા.

મોહાલીમાં આગામી મેયર તરીકે તેમનું નામ ચર્ચાય છે. અગાઉ ભટિંડા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, બટાલા અને પઠાણકોટ મહાનગરપાલિકામાં કૉન્ગ્રેસે સ્પષ્ટ બહુમત, જ્યારે મોગામાં મહત્તમ બેઠકો પર જીત મેળવી હતી. ભટિંડામાં છેલ્લાં ૫૩ વર્ષમાં પ્રથમ વાર કૉન્ગ્રેસનો મેયર ચૂંટાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK