બ્રિલિયન્ટ હો અને જૉબ પર્ફેક્ટ રીતે કરતાં ફાવતું હોય તો બેકારી ક્યારેય ભોગવવી જ નથી પડતી

Published: 6th October, 2014 05:26 IST

અનએમ્પ્લૉયમેન્ટ શબ્દની ખબર છેને તમને? કશા કારણ વિના જ જૉબ ન મળે એવું બને ક્યારેય ખરું?
સ્પેશ્યલ કમેન્ટ - નસીરુદ્દીન શાહ, ઍક્ટર


જો ટૅલન્ટ હોય અને કામ કરવાની ક્ષમતા હોય, જો કામને બેસ્ટ રીતે સર્વ કરવાની કૅપેસિટી હોય અને જો બેસ્ટ રિઝલ્ટ લાવવાની તૈયારી હોય તો જૉબ મળતી જ હોય છે. ઍટ લીસ્ટ મારું આ માનવું છે અને મારું આ માનવું ખોટું નથી, કારણ કે કૉલેજ અને યુનિવર્સિટીમાં જઈને જોશો તો દેખાશે કે જેઓ બ્રિલિયન્ટ છે તેમને અનએમ્પ્લૉયમેન્ટનો કોઈ પ્રૉબ્લેમ આવતો જ નથી. બસ, જો તમે બ્રિલિયન્ટ હો અને જૉબ પર્ફેક્ટ રીતે કરતાં ફાવતું હોય તો ક્યારેય બેકારી ભોગવવી નથી પડતી. એવી જ રીતે ઍક્ટિંગના ફીલ્ડમાં પણ એ જ વાત છે. અગર જો જૉબ અચ્છે તરીકે સે આતી હૈ તો કભી કોઈ પ્રૉબ્લેમ આએગા નહીં. આજે જે કોઈ ફેલ ગયું છે એ બધા માટે આ એક જ વાત લાગુ પડે છે કે તેમને તેમની જૉબ બરાબર નહોતી ફાવતી અને જો તમને જૉબ ન આવડતી હોય તો પછી કેવી રીતે તમને એમ્પ્લૉયમેન્ટ મળી શકે. નેવર, ન જ મળી શકે અને ન મળે એમાં કંઈ ખોટું પણ નથી.

ટ્રેઇનિંગ, ગાઇડન્સ કે પછી નૉલેજ.

જો મને કંઈ કરવાનું મન થતું હોય તો આ એક ફીલ્ડ એવું છે જેમાં મને આગળ વધવાનું મન થાય અને જે ફીલ્ડમાં હું રહ્યો છું એ ફીલ્ડ વિશે અને મેં કરેલી જૉબ વિશે વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકાય એવો પ્રયાસ કરું. અફકોર્સ, મને ટીચિંગનો કોઈ એક્સપિરિયન્સ નથી કરવો અને મને એવું ગમતું પણ નથી; પણ હા, બિઝનેસ ઑફ ઍક્ટિંગ જેવું કંઈ લખવાનું બને તો મને એ ગમે. ભવિષ્યમાં કદાચ હું એ પ્રકારનું કંઈ લખું પણ ખરો. બની શકે અને ન પણ બને, પણ અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મને આ ઇચ્છા ચોક્કસ થઈ રહી છે. આ જરૂરી પણ છે, કારણ કે આગળ જતાં જો ફેલ ઍક્ટર્સનું પ્રમાણ વધશે તો એનો ડિસઍડ્વાન્ટેજ માત્ર જે-તે વ્યક્તિને નહીં પણ ઇન્ડસ્ટ્રીને પણ થશે એવું મને લાગે છે. ઍક્ચ્યુઅલી, આપણા દેશમાં ઍક્ટર્સને ટ્રેઇન કરવાનો બિઝનેસ બહુ ખરાબ રીતે અને એકદમ ગંદી રીતે ચાલી રહ્યો છે. કહેવામાં સહેજ બેશરમી લાગી શકે છે, પણ તમે જોશો તો તમને દેખાશે કે ઍક્ટિંગ શીખવવાનું કે ઍક્ટિંગ ટ્રેઇનિંગનો બિઝનેસ કરવાનું કામ મોટા ભાગે એ જ વ્યક્તિઓ કરી રહી છે જે ઍક્ટર તરીકે ફેલ થઈ ચૂક્યા છે. તેમની પાસે જૉબ નહોતી એટલે તેમણે એ ફીલ્ડ પસંદ કર્યું છે. તમે જ કહો કે એક નિષ્ફળ માણસ કેવી રીતે બીજાને સક્સેસફુલ રીતે જૉબ મળે એવું કામ શીખવી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK