Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દારૂ પીવા માટે માતાએ પૈસા ન આપતાં દીકરાએ નિર્ઘૃણ રીતે હત્યા કરી

દારૂ પીવા માટે માતાએ પૈસા ન આપતાં દીકરાએ નિર્ઘૃણ રીતે હત્યા કરી

26 July, 2019 11:41 AM IST | નાસિક

દારૂ પીવા માટે માતાએ પૈસા ન આપતાં દીકરાએ નિર્ઘૃણ રીતે હત્યા કરી

પુત્રએ કરી માતાની હત્યા

પુત્રએ કરી માતાની હત્યા


નાશિકમાં મા-દીકરાના સંબંધને કલંક લાગે એવી ઘટના બની છે. દારૂ પીવા માટે માતાએ પૈસા ન આપતાં દીકરાએ માથું અફડાવીને માતાને નિર્ઘૃણ રીતે મોતને ઘાટ ઉતારી મૂકી હતી. સાતપુરા રાજવાડા વિસ્તારમાં બનેલી ઘટનામાં સાતપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સાતપુર રજવાડા વિસ્તારમાં રહેતા કમલાકર કાળેએ તેની ૮૨ વર્ષની માતા કાંતાબાઈ કાળેનું ૧૭ જુલાઈએ દારૂ પીવાના પૈસા ન આપતાં માથું દીવાલ સાથે અફડાવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ કાંતાબાઈને હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ હતી. એક અઠવાડિયાની સારવાર બાદ કાંતાબાઈનું બુધવારે મૃત્યુ થયું હતું. સાતપુર પોલીસે આરોપી કમલાકર કાળેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2019 11:41 AM IST | નાસિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK