રશિયન પ્રયોગશાળામાં આઠ મહિના વિતાવી શકે એવા સોશ્યલ આઇસોલેશન નિષ્ણાતોની શોધ છે નાસાને

Published: May 22, 2020, 09:36 IST | Mumbai Correspondent | Mumbai Desk

પ્રયોગશાળામાં 8 મહિના રહે એવા સોશ્યલ આઇસોલેશન નિષ્ણાતોની શોધ છે નાસાને

નાસા (ફાઇલ ફોટો)
નાસા (ફાઇલ ફોટો)

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી છે કે આઠ મહિના રશિયન લૅબમાં વિતાવી શકે એવા સોશ્યલ આઇસોલેશન નિષ્ણાતોની ટીમ જોઈએ છે જે ચંદ્ર અને મંગળના ભવિષ્યના મિશન માટે ડેટા એકઠા કરવામાં મદદરૂપ થઈ શકે.
નાસાએ જણાવ્યા મુજબ પસંદ કરેલા ઉમેદવારોએ અંતરિક્ષયાત્રીઓ જેવાં જ પર્યાવરણીય પાસાંઓ સાથે એક બંધ સુવિધામાં સમય પસાર કરવાનો રહેશે જ્યાં તેમને મંગળના ભાવિ મિશન જેવો જ અનુભવ કરાવવામાં આવશે. આ ટીમ નાસાના ભાવિ અવકાશયાત્રીઓ ચંદ્ર અને મંગળ તરફ જવાના પ્રયાસો માટે કરે એવા જ વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરશે એવી અપેક્ષા છે. આ પ્રયોગથી લાંબા અંતરનાં અભિયાનોથી અલગ થવાના કારણે અવકાશયાત્રીઓને જે માનસિક અને શારીરિક અસરોનો સામનો કરવો પડે છે એનો અભ્યાસ કરવામાં પણ મદદ થશે.
વૈશ્વિક કોરોના વાઇરસ રોગચાળાને પરિણામે વિશ્વભરમાં ઘણા લોકો ઘરે બેઠા છે ત્યારે નાસા એના આગામી સ્પેસફ્લાઇટ સિમ્યુલેશન અભ્યાસની તૈયારી કરી રહ્યું છે અને આઠ મહિના એકલતામાં નાના ક્રૂ સાથે ગાળી શકે એવા સહભાગીઓની શોધ કરી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK