નાસાની મોટી જાહેરાત, ચંદ્ર પર મોકલશે રોબોટ, અસંભવ કાર્યોને રોબોટ કરશે સંભવ

Published: Oct 26, 2019, 13:05 IST | યૂએસ

નાસાએ મોટી જાહેરાત કરી છે. નાસા ચંદ્ર પર રોબોટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. અસંભવ કાર્યોને આ રોબોટ સંભવ કરીને બતાવશે.

નાસાની મહત્વની જાહેરાત
નાસાની મહત્વની જાહેરાત

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર વૉટર આઇસની જાણકારી મેળવવા માટે એક મોબાઇલ રોબોટ મોકલવાની યોજના બનાવી રહ્યું છે. સમાચાર એજન્સી સિન્હુઓનું માનીએ તો આવું પહેલી વાર થશે જ્યારે કોઈ રોબોટ ચંદ્રમાના આ અછૂત ક્ષેત્રમાં વૉર આઇસના પ્રમાણ માટે બેહદ નજીકની તસવીરો મોકલશે. નાસાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તે વર્ષ 2020માં ગોલ્ફ કાર્ટ આકાર વાળો રોબોટ ચંદ્ર પર મોકલશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોલેટાઈલ ઈન્વેસ્ટિગેટિંગ પોલર એક્સપ્લોરેશન રોવર અથવા તો વાઈપર નામનો આ રોબોટ લગભગ 100 દિવસોની ચંદ્રની સપાટી પર આંકડાઓ એકઠા કરશે. આ આંકડાઓનો ઉપયોગ ચંદ્રમાની પહેલા વૈશ્વિક જળ સંસાધન માનચિત્રોને અપડેટ કરવામાં આવશે. નાસાની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રોબોટ અને માઈલની યાત્રા કરશે અને પ્રકાશ-તાપમાનથી પ્રભાવિત ચંદ્રમાની માટીના નમૂના એકઠા કરશે.

નાસાએ જણાવ્યું કે આ રોબોટ ચંદ્રની માટીના નમૂના લેવા માટે સપાટી પર એક મીટર સુધી ડ્રિલ કરશે. નાસાએ આ અભિયાનનો ખુલાસો એવા સમયે કર્યો છે જ્યારે ભારતના મિશન ચંદ્રયાન-2નો ભાગ રહેલા લેન્ડર વિક્રમનું સફળ લેન્ડિંગ નથી થઈ શક્યું. અમેરિકા વર્ષ 2024માં પોતાનો પહેલો અંતરિક્ષ યાત્રી ચંદ્રમા પર રવાના કરશે. એમાં તે પહેલી મહિલા અંતરિક્ષ યાત્રીને ચંદ્ર પર મોકલશે.

આ પણ જુઓઃ આ દિવાળીએ ગુજરાતી સેલેબ્સની જેમ તમે થાઓ તૈયાર, લાગશો એકદમ હેન્ડસમ...

જણાવી દઈએ કે ગયા મહિનાની સાત તારીખે ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન લેન્ડર વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. તેનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર આડું પડી ગયું હતું. જે બાદ તેની સાથે સંપર્ક નહોતો થઈ શક્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK