નાસાના મંગળ મિશનને પહેલો ઝટકો ક્યુરિયોસિટી રોવરનું સેન્સર ખોટકાયું

Published: 23rd August, 2012 05:22 IST

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ મંગળ ગ્રહ પર મોકલેલું ક્યુરિયોસિટી રોવરમાં પહેલી ખામી સર્જાઈ છે. મંગળ ગ્રહ પર હવાની રીડિંગ લેતાં સેન્સર સર્કિટને નુકસાન પહોંચતાં તે કામ કરતી અટકી ગઈ છે.

નાસાના વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે આ ખામીને કારણે કેટલાક ચોક્કસ માપ મેળવવામાં મુશ્કેલી પેદા થશે. જોકે આ કોઈ મોટી સમસ્યા નથી.

 

ક્યુરિયોસિટીના સેન્સરને આ નુકસાન કેવી રીતે થયું છે એ હજી સુધી શોધી શકાયું નથી, પણ એન્જિનિયરોને શંકા છે કે મંગળની સપાટી પર ઊછળતા પથ્થરો ટકરાવાથી સેન્સરે ખરાબ થઈ ગયું હશે. આ સેન્સર હવાના રીડિંગ ઉપરાંત મંગળના વાતાવરણમાં રેડિયેશનનું પ્રમાણ પણ ચકાસશે. ક્યુરિયોસિટી રોવર બે વર્ષ સુધી મંગળ ગ્રહ પર કામ કરશે. આ સમયગાળા દરમ્યાન રોવર મંગળ ગ્રહ પર સૂક્ષ્મ જીવોને રહેવા લાયક વાતાવરણ છે કે નહીં તેનું સંશોધન કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK