Chandrayaan 2 વિક્રમ લેંડર ચંદ્રની સપાટી પર આ વર્ષે સપ્ટેમ્બરના રોજ લેન્ડીંગ વખતે દુર્ઘટનાગ્રસ્ત થયો હતો. ત્યારે અમેરીકાની અંતરીક્ષ એજન્સી NASA એ સોમવારે વિક્રમ લૈંડરને શોધી કાઢ્યો હતો. નાસાએ પોતાના લુનર રેકૉન્સેન્સ ઑર્બિટર (LRO) દ્વારા લીધેલી એક ફોટો જાહેર કરી છે. જેમાં અંતરીક્ષ યાનથી પ્રભાવિત થયેલી જગ્યા દેખાઇ આવે છે.
NASA એ વિક્રમ લૈંડરના કાટમાળની તસ્વીરો ટ્વીટર પર શેર કરી
NASA એ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેનું લુનર રિકનૈસૈંસ ઑર્બિટર (LRO) એ ચંદ્રમાની ધરતી પર ચંદ્રયાન 2 ના વિક્રમ લેંડરને શોધી લીધું છે. નાસાએ કરેલા દાવા પ્રમાણે ચંદ્રયાન 2 નું વિક્રમ લેંડરનો કાટમાળ ક્રૈશ થયેલી જગ્યાથી 750 મીટર દુર મળ્યો છે. કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2*2 પિક્સેલની સાઇઝના છે. નાસાએ રાત્રે 1:30 વાગે વિક્રમ લેંડરના ઇમ્પૈક્ટ સાઇટની ફોટો જાહેર કરી અને જણાવ્યું કે તેના ઓર્બિટરને વિક્રમ લેંડરના ત્રણ ટુકડા મળ્યા છે.
NASA finds Vikram Lander, releases images of impact site on Moon surface
— ANI Digital (@ani_digital) December 3, 2019
Read @ANI Story | https://t.co/gFP4mFvqwI pic.twitter.com/x3iNposmTu
7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન 2નો લેંડીંગના થોડા સમય પહેલા જ ISRO સાથે સંપર્ક તુટ્યો હતો
આ સાથે જ નાસાએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે ફોટોમાં બ્લુ અને ગ્રીન ડોટ્સ છે તે વિક્રમ લેંડરનો કાટમાળ છે. તમને જણાવી દઇએ કે 7 સપ્ટેમ્બરના રોજ ISRO એ ચંદ્રયાન 2 વિક્રમ લૈંડર લૈંડીંગ સમયે નિયચ સમયના થોડી મીનીટો પહેલા જ સંપર્ક તુટી ગયો હતો.
આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ
ચંદ્રયાન 2 અંતરીક્ષમાં ઇતિહાસ રચવાનું હતું
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 2 નું લેંડર વિક્રમ ભારત માટે સૌથી મહત્વનો પ્રોજેક્ટ હતો અને ભારત તેની સફળતાની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું. પરંતુ તે ઇતિહાસ રચી ન શક્યું અને ઇતિહાસ રચવાના થોડી મીનિટો પહેલા જ વિક્રમ લેંડરે ઇસરો સાથેનો સંપર્ક તુટી ગયો હતો. જ્યારે ચંદ્રયાન 2 નો ઇસરો સાથેનો સંપર્ક તુટ્યો ત્યારે વિક્રમ લેંડર ચંદ્રની સપાટીથી માત્ર 2ય1 કિલોમીટર દુર જ હતો. ભારતીય વૈજ્ઞાનિકોનું મનોબળ ન તુટે એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરો મુખ્યાલય પહોંચીને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહીત કર્યા. જોકે એ સમયે વિશ્વના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) નું મિશન ચંદ્રયાન 2 નિષ્ફળ નથી થયું.
મોંઘવારીમાં વધુ એક માર: ફુગાવો 5.54 ટકા સાથે 3 વર્ષની ટોચ પર પહોંચ્યો
Dec 12, 2019, 20:20 ISTનરેન્દ્ર મોદીનો એકમાત્ર વિકલ્પ રાહુલ ગાંધી છેઃ અશોક ગેહલોત
Dec 12, 2019, 16:44 ISTમુસ્લિમ સંગઠનના પ્રમુખ CAB બિલને સુપ્રીમમાં પડકારશે
Dec 12, 2019, 12:32 ISTCAB ના વિરોધમાં ગુવાહાટીમાં બંધનું ઉલ્લંઘન થતાં સેનાની ફ્લેગ માર્ચ
Dec 12, 2019, 11:34 IST