ચાલુ ટ્રેનમાં ચઢતા સમયે આ મહિલા માંડ માંડ બચી, જુઓ વીડિયો...

Published: 30th October, 2020 15:13 IST | Vishal Singh | Mumbai

બપોરે 12 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો

વીડિયોનો સ્ક્રિનશોટ
વીડિયોનો સ્ક્રિનશોટ

મુંબઈના ઘાટકોપર રેલવે સ્ટેશનમાં એક મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરી રહી હતી, જોકે એલર્ટ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના લીધે તેનો જીવ માંડ માંડ બચ્યો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો.

લોકલ દોડવાનું શરૂ થઈ હોવા છતાં આ મહિલા પોતાને જોખમમાં મૂકીને ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા દેખાય છે. જોકે આરપીએફ જવાન સુભાદ ભોસલેએ તરત જ આ મહિલાને રેલવે ટ્રેકમાં પડતા પહેલા પ્લેટફોર્મ તરફ ખેચી હતી, પરિણામે આ મહિલાનો જીવ બચ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK