"જા બેટા, હવે દિલ્હી સર કર"

Published: 21st December, 2012 05:55 IST

દીકરો હવે વડા પ્રધાન બનવો જોઈએ એવી ઇચ્છા વ્યક્ત કરીને નરેન્દ્ર મોદીનાં માતાએ દિલ્લી હવે દૂર નથી એવો સંકેત આપી દીધો



ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હૅટ-ટ્રિક કર્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે ગાંધીનગરમાં તેમનાં માતા હીરાબાને મળીને તેમના ચરણસ્પર્શ કરી આર્શીવાદ લીધા હતા તથા બન્નેએ એકમેકનું મોઢું મીઠું કરાવ્યું હતું. આ પહેલાં એક ન્યુઝ-ચૅનલ સાથે વાત કરતાં હીરાબાએ કહ્યું હતું કે મારા દીકરાએ હવે વડા પ્રધાન બનવું જોઈએ. મતલબ કે માતા તરફથી પ્રાઇમ મિનિસ્ટર બનવાના આર્શીવાદ મળી ગયા એટલે મોદી માટે હવે દિલ્હી દૂર નથી.

નરેન્દ્ર મોદી જ્યારે તેમનાં માતાના ઘરે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત હજારો લોકોએ મોદીને અભિનંદન આપ્યાં હતાં અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. નરેન્દ્ર મોદીનાં માતા તેમના મોટા ભાઈ પંકજ સાથે ગાંધીનગરમાં સરકારી ક્વૉર્ટરમાં રહે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK