Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આ ચૂંટણી દેશ સમક્ષ દાખલો બેસાડશે : મોદી

આ ચૂંટણી દેશ સમક્ષ દાખલો બેસાડશે : મોદી

18 December, 2012 03:41 AM IST |

આ ચૂંટણી દેશ સમક્ષ દાખલો બેસાડશે : મોદી

આ ચૂંટણી દેશ સમક્ષ દાખલો બેસાડશે : મોદી


આ ચૂંટણીમાં ગુજરાતની જનતા હૅટ-ટ્રિક લગાવશે અને બીજેપીને વિજયી બનાવશે.’ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મતદારોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ ચૂંટણી દેશ સમક્ષ દાખલો બેસાડશે.

મોદીએ ગઈ કાલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન મથકમાં જઈને મતદાન કર્યું હતું. મોદી જ્યારે મતદાન કરવા આવ્યા ત્યારે હજ્જારોની સંખ્યામાં બીજેપીના કાર્યકરો અને નાગરિકોની ભારે ભીડ જામી હતી અને તેમની સાથે હાથ મિલાવવા લોકોએ પડાપડી કરી હતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ વખતની ચૂંટણી ગુજરાતની માતાઓ, બહેનો, યુવાનો અને સમાજના તમામ વર્ગોએ પોતાના ખભા ઉપર ઉપાડી લીધી છે.’ આ ચૂંટણીમાં ગુજરાતની જનતા હૅટ-ટ્રિક લગાવશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે ‘વધુ મતદાન અને જનતા જનાર્દનનો મિજાજ બતાવે છે કે આ ચૂંટણીમાં બીજેપી સતત ત્રીજી વખત જીતીને હૅટ-ટ્રિક નોંધાવશે.’


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2012 03:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK