Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી હવે ખવડાવશે ચીનાઓને ગુજરાતી ફૂડ

નરેન્દ્ર મોદી હવે ખવડાવશે ચીનાઓને ગુજરાતી ફૂડ

13 November, 2011 12:25 PM IST |

નરેન્દ્ર મોદી હવે ખવડાવશે ચીનાઓને ગુજરાતી ફૂડ

નરેન્દ્ર મોદી હવે ખવડાવશે ચીનાઓને ગુજરાતી ફૂડ




(શૈલેશ નાયક)

અમદાવાદ, તા. ૧૩

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવાસના છેલ્લા દિવસે ચેન્ગડુમાં શિચુઆન પ્રોવિન્સમાં ગુજરાત-શિચુઆન બિઝનેસ ફોરમનું આયોજન ભારતના કૉન્સલ જનરલ ઑફ ચીન અને પ્રોવિન્શિયલ ગવર્નરે સંયુક્ત રીતે કર્યું હતું. આ ફોરમ સાથે ગુજરાતે જે વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરવાનું વિચાર્યું છે એમાં શિચુઆન ફૂડ-ફેસ્ટિવલ ગુજરાતમાં અને ગુજરાત ફૂડ-ફેસ્ટિવલ શિચુઆનમાં યોજવા બાબતની પ્રવૃત્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં મેન્ડેરિન લૅન્ગ્વેજ ર્કોસ માટે મેન્ડેરિન ભાષાના શિક્ષકો મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૩ માટે શિચુઆન ડેલિગેશન ગુજરાત આવે એવું વ્યવસ્થાપન અને બુદ્ધિસ્ટ ટૂર સર્કિટ યોજવા વિશેની પ્રવૃત્તિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયા-ચીન ઇકૉનૉમિક ઍન્ડ કલ્ચર કાઉન્સિલ અને ચાયના પૅન્ઝિ ચુઆ ગુઆન્ગહુઆ ગ્રુપ વચ્ચે શિચુઆન પ્રાન્ત અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વેપારના સંબંધો વિકસાવવા માટેની સાતત્યપૂર્ણ સુવિધા બાબતના સમજૂતીકરાર કરવામાં આવ્યા હતા. આ માટે ચેન્ગડુમાં ખાસ કચેરી ખોલવામાં આવશે અને વેપાર-વાણિજ્ય, રોકાણ, પ્રવાસન, શિક્ષણ તથા સાંસ્કૃતિક સુવિધાઓ માટેનું વ્યવસ્થાપન ઊભું કરવામાં આવશે.

ચેન્ગડુમાં યોજાયેલી ગુજરાત શિચુઆન બિઝનેસ ફોરમમાં પશ્ચિમ એશિયાના ૨૦૦થી વધુ ઉદ્યોગકારોએ ઉપસ્થિત રહીને ગુજરાત સાથે પરસ્પર ઔદ્યોગિક ભાગીદારી માટે પ્રતિસાદ આપ્યો હતો.

નરેન્દ્ર મોદીએ ચીનના સમગ્ર પ્રવાસ દરમ્યાન ચીનની મધ્યસ્થ સરકાર, ચીનની જનતા અને વેપાર-ઉદ્યોગ તરફથી મળી રહેલા આતિથ્યસત્કાર માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ચીન અને ભારત આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને વૈશ્વિક અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા નિભાવે છે અને વિશ્વના ત્રીજા ભાગની વસ્તીનું આ બે દેશ પ્રતિનિધિત્વ કરે છે ત્યારે આપણી જવાબદારી વિશ્વની સમગ્ર માનવજાતનાં સપનાં સાકાર કરવાની છે. આ સંદર્ભમાં નરેન્દ્ર મોદીએ ગુજરાત ગ્લોબલ ઇકૉનૉમિક હબ તેમ જ એશિયાનું ઑટોમોબાઇલ હબનું ગૌરવ લઈ રહ્યું હોવાની રૂપરેખા આપી કહ્યું હતું કે ગુજરાતે હવે એના વાણિજ્ય કૌશલ્યના સામથ્ર્યથી સમગ્ર વિશ્વમાં નવી ઓળખ ઊભી કરી છે.

નરેન્દ્ર મોદીએ ચીનની યાત્રાનો પાંચ દિવસનો પ્રવાસ દક્ષિણ ચીનના ચેન્ગડુમાં આવેલા પ્રાચીન બૌદ્ધ મંદિર વેન્શુ ટેમ્પલની મુલાકાત લઈને સંપન્ન કર્યો હતો.

 


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2011 12:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK