Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત : એક v/s પાંચ ઉપવાસ

ગુજરાત : એક v/s પાંચ ઉપવાસ

23 November, 2011 06:01 AM IST |

ગુજરાત : એક v/s પાંચ ઉપવાસ

ગુજરાત : એક v/s પાંચ ઉપવાસ






ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સદ્ભાવના મિશનને અત્યાર સુધી તો ક્યાંય નીચાજોણું કે કાળી ટીલી લાગી નથી, પણ હવે કદાચ એવું બને કે ભાવનગરમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે ધર્મસંકટ ઊભું થઈ જાય, કારણ કે ૩ ડિસેમ્બરે ભાવનગરમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સદ્ભાવના ઉપવાસની સામે એક કે બે નહીં, પણ પાંચ-પાંચ ઉપવાસ-આંદોલન થવાનાં છે. આ પાંચ ઉપવાસ-આંદોલનમાં બે ગુજરાતની પૉલિટિકલ પાર્ટી એવી કૉન્ગ્રસ અને મહાગુજરાત પાર્ટી દ્વારા કરવામાં આવશે, જ્યારે એક ઉપવાસછાવણીમાં ભાવનગરના શારીરિકપણે અક્ષમ એવા લોકો બેસવાના છે તો એક ઉપવાસછાવણી ભાવનગરમાં આવેલા હાઉસિંગ ર્બોડના રહેવાસીઓ બનાવવાના છે. આ ઉપરાંત પાંચમી ઉપવાસછાવણી મહુવાના બીજેપીના જ વિધાનસભ્ય ડૉ. કનુભાઈ કળસરિયા અને તેમના ખેડૂતોની બનવાની છે. કનુભાઈ કળસરિયાએ કહ્યું હતું કે ‘સદ્ભાવનાનો જે દેખાડો થઈ રહ્યો છે એ દેખાડાની અસરરૂપે જ કદાચ આટલા લોકો એકસાથે બહાર આવી રહ્યા હશે. જો હવે મુખ્ય પ્રધાન નહીં સમજે અને આવો દેખાડો બંધ નહીં કરે તો ભાવનગરની જેમ બીજાં શહેરોમાં પણ તેમની વિરુદ્ધની ઉપવાસછાવણીઓ વધવા લાગશે.’


૩ ડિસેમ્બરે ભાવનગરમાં થનારાં કુલ છ ઉપવાસ-આંદોલનમાં જોડનારાઓની સંખ્યાઓનો હિસાબ કરીને કહેવાનું હોય તો કહી શકાય કે એ દિવસે ભાવનગરમાં ૫૦,૦૦૦થી વધુ લોકો પ્રતીક ઉપવાસ કરશે.
કોણ અને શું કામ ઉપવાસ કરશે?



સંવેદના ઉપવાસ: ગુજરાત હાઉસિંગ ર્બોડ વસાહત મંડળ દ્વારા કરવામાં આવનારા આ ઉપવાસમાં અંદાજે બે હજારથી વધુ લોકો જોડાશે. હાઉસિંગ ર્બોડ દ્વારા કરવામાં આવેલું બાંધકામ નિમ્ન કોટિનું છે એ મુદ્દે તો આંદોલન છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું હતું. એ આંદોલનના ભાગરૂપે ભાવનગરના દસ હજાર પરિવારોએ હપ્તા ભરવાનું બંધ કરતાં હવે તેમને મોટી પેનલ્ટીની નોટિસ આપવામાં આવી છે. વસાહત મંડળની માગણી છે કે હાઉસિંગ ર્બોડ આ પેનલ્ટી માફ કરે અને ગુજરાત સરકાર દરમ્યાનગીરી કરીને બાકીના હપ્તામાંથી વ્યાજની રકમ બાદ કરાવી દે.

સક્ષમતા ઉપવાસ : મુખ્ય પ્રધાન જે દિવસે ભાવનગરમાં ઉપવાસ કરી રહ્યા છે એ ૩ ડિસેમ્બર વલ્ર્ડ ડિસેબલ્ડ ડે તરીકે ઊજવાય છે. શારીરિક રીતે અક્ષમ એવા ભાવનગરના લોકોની માગણી છે કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ડિસેબલ્ડ ઍક્ટ (૧૯૯૫)નો અમલ ગુજરાતમાં તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે. ૧૬ વર્ષથી આ કાયદો અમલમાં આવ્યો હોવા છતાં હજીયે એનો અમલ થતો નહીં હોવાથી આ અક્ષમ લોકોએ ઉપવાસ આંદોલન કરવાનું નક્કી કર્યું છે. ભાવનગર વિકલાંગ સમૂહના અધ્યક્ષ લાભુભાઈ સોનાણીએ કહ્યું હતું કે શારીરિક મજબૂર લોકોનું મનોબળ કેવું મજબૂત હોય છે એ દેખાડવા અમે આ ઉપવાસ કરી રહ્યા છીએ.

સદ્ભાવના ઉપવાસ : બીજેપીના જ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા દ્વારા બનાવવામાં આવેલી સદ્ભાવના સમિતિ ૩ તારીખે જવાહરમેદાનની બાજુમાં આવેલા સિંધી કૅમ્પની સામેના મેદાનમાં સદ્ભાવના ઉપવાસ  કરશે. કનુભાઈ કળસરિયા કહે છે, ‘જે રીતે ગુજરાત સરકાર ગૌચર અને જળચરની જમીનનું ગેરકાનૂની સંપાદન કરી રહી છે એની વિરુદ્ધમાં અમે સદ્ભાવના ઉપવાસ કરી રહ્યા છીએ. અમારી માગણી છે કે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ઉદ્યોગપ્રેમ છોડીને હવે પ્રકૃતિ બચાવવાના અભિયાનમાં અમારી સાથે જોડાય.’ ડૉ. કનુભાઈ કળસરિયાની સાથે ૫૦૦૦થી વધુ ખેડૂતો આ ઉપવાસ આંદોલનમાં જોડાવાના છે.

સત્કર્મ ઉપવાસ: સદ્ભાવના ઉપવાસની સામે કૉન્ગ્રેસ દ્વારા કરવામાં આવતા આ સત્કર્મ ઉપવાસમાં ભાવનગરમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અને ભાવનગરના વિધાનસભ્ય શક્તિસિંહ ગોહિલ બેસવાના છે. ગુજરાત કૉન્ગ્રેસનો દાવો છે કે તેમના સત્કર્મ ઉપવાસમાં દસ હજારથી વધુ લોકો જોડાશે.

સત્ય-ઉજાગર ઉપવાસ : બીજેપીના જ અસંતુષ્ટો દ્વારા બનાવવામાં આવેલી મહાગુજરાત જનતા પાર્ટી (મજપા) ભાવનગર શહેરમાં સારું વર્ચસ ધરાવે છે. મૂળ ભાવનગરના અને મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ ૩ ડિસેમ્બરે ભાવનગરના ધોબીનાકા વિસ્તારમાં ઉપવાસ પર બેસશે. Whatsapp-channel Whatsapp-channel

23 November, 2011 06:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK