ગાંધીજી દુનિયા આખીના બાપુ છે, પણ ગુજરાતના તો તેઓ દીકરા છે

Published: 3rd October, 2011 20:42 IST

મહાત્મા ગાંધીની જન્મજયંતીના અવસરે ગઈ કાલે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યાર પછી સર્વધર્મ પ્રાર્થનામાં સામેલ થયા હતા. આ સર્વધર્મ પ્રાર્થના પૂર્ણ કર્યા પછી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દુનિયાભરને અહિંસા અને સત્યનો સંદેશો આપનારા મહાત્મા ગાંધી દુનિયાઆખીના બાપુ છે, પણ આપણા ગુજરાતના તો તેઓ દીકરા છે અને એટલે જ તેમના એ સંદેશને વધુ સારી રીતે દુનિયાભરના લોકો સુધી પહોંચાડવાની ફરજ આપણી છે.’

 

 

ગાંધી જન્મજયંતી નિમિત્તે કીર્તિ મંદિરમાં રાખવામાં આવેલી સર્વધર્મ પ્રાર્થના પછી નરેન્દ્ર મોદીએ કાંઈક આવું કહ્યું હતું

નરેન્દ્ર મોદીએ સર્વધર્મ પ્રાર્થનામાં હાજર રહેલા તમામ ધર્મના ગુરુઓ અને સંતોને એવી વિનંતી કરી હતી કે તમે તમારા અનુયાયી અને શુભેચ્છકોને આ દિવાળીએ ખાદી ખરીદવાની અને ખાદી પહેરવાની પ્રેરણા આપો એવી મારી વિનંતી છે.

ગઈ કાલે રવિવાર હોવાથી પોરબંદરનો ખાદી ભંડાર બંધ હતો, જેથી નરેન્દ્ર મોદીએ સ્થાનિક કાર્યકરોને કહીને પોતાને અગિયાર મીટર ખાદી પહોંચાડવાનું કહ્યું હતું અને એ માટેના પૈસા તેમણે પોતે અડધી બાંયના ઝભ્ભાના ખિસ્સામાંથી કાઢી આપ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK