વિકાસની આડે આવશો તો છાતી પર પગ મૂકીને ગુજરાત આગળ વધશે

Published: 26th September, 2011 20:43 IST

અમદાવાદના વસ્ત્રાલમાં બીજેપી યોજિત ગુજરાતની મહારૅલીમાં કૉન્ગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસને આડે હાથે લેતાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે ‘દિલ્હીની સરકાર કાન ખોલીને સાંભળી લે કે ગુજરાતના વિકાસની આડે આવશો તો તમારી છાતી પર પગ મૂકીને ગુજરાત આગળ વધશે. ગુજરાત વિકાસનો મંત્ર લઈને આગળ ચાલ્યું છે.’

 


અમદાવાદમાં ગુજરાત બીજેપી દ્વારા ગઈ કાલે યોજાયેલી ‘અન્યાય હટાવો, ગુજરાત બચાવો’ મહારૅલીમાં ગુજરાતભરમાંથી ઊમટી પડેલા બીજેપીના કાર્યકરો-હોદ્દેદારોને સંબોધતાં કૉન્ગ્રેસની કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ગુજરાત સરકારનો મંત્ર રહ્યો છે સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાત સરકાર સૌને સાથે લઈને ચાલવા માગે છે. અમે જનભાગીદારીથી આગળ વધવા માગીએ છીએ. ગુજરાતની ધરતીએ અન્યાય સામે રણટંકાર કર્યો છે. ગુજરાતની તાકાતને ઓછી ન આંકશો. મહાત્મા ગાંધીની મક્કમતા અને સરદાર પટેલના લોખંડી મનોબળનું આ રાજ્ય છે. અમે કોઈને છેડતા નથી અને કોઈ અમને છેડે તો અમે તેમને છોડતા નથી. બધી તૈયારી સાથે અમે મેદાનમાં ઊતર્યા છીએ.’

 

રાજ્યપાલના માધ્યમથી ગુજરાતમાં પૅરૅલલ સરકાર ચલાવવાની કોશિશ

ગવર્નમેન્ટ vs ગવર્નર : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગઈ કાલે યોજાયેલી નરેન્દ્ર મોદીની ‘અન્યાય હટાવો, ગુજરાત બચાવો’ મહારૅલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

‘અન્યાય હટાવો, ગુજરાત બચાવો’ મહારૅલીમાં મોદીની કેન્દ્ર સરકારને ખુલ્લી ચીમકી


નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ ઘટના હિન્દુસ્તાનના છ દાયકાના ઇતિહાસમાં પહેલી વાર તહોમતનામું ફરમાવી રહી છે. રાજ્યપાલની ગરિમા-ગૌરવ જળવાય એ માટે મૌન રહેવાનું પસંદ કર્યું. ૨૦૦૯થી કડવા ઘૂંટડા પી જવાનું પસંદ કર્યું, કારણ કે ગુજરાતના વિકાસ સિવાય બીજા કશામાં અમને રુચિ નહોતી, પરંતુ કેટલાક લોકોએ અમારી સદ્ભાવના અને વિવેકને અમારી નબળાઈ સમજી લીધી. મોદી ઉચાળા ભરે અને ગુજરાતની ચૂંટાયેલી સરકારને ઘરભેગી કરવાનાં ષડ્યંત્રો શરૂ કયાર઼્. સરકારને અસ્થિર કરવાનાં ષડ્યંત્રો શરૂ કયાર઼્. ગુજરાતના રાજ્યપાલ તરીકે નવલકિશોર શર્મા હતા ત્યારે તેઓ કૉન્ગ્રેસના ષડ્યંત્રને સમજી ગયા હતા. છેલ્લાં ત્રણ વર્ષથી જે ભાષણ કૉન્ગ્રેસના નેતાઓએ વિધાનસભામાં કર્યું હોય એવું બેઠ્ઠું વાક્ય ગવર્નર પત્રમાં લખીને મોકલે છે.’


ગુજરાત કૉન્ગ્રેસને ચીમકી આપતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના મિત્રોને કહું છું કે આ લોકતંત્ર છે. પાછળના દરવાજાથી સરકાર ચલાવવાનું છોડી દે. ૨૦ વર્ષ થઈ ગયાં ગુજરાતની જનતા તમને સ્વીકારવા તૈયાર નથી ત્યારે ષડ્યંત્ર સિવાય તમારી પાસે કશું કામ બચ્યું નથી.’


ઉપસ્થિત હજારો કાર્યકરો-હોદ્દેદારોને પ્રfન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘શું એક રાજ્યમાં બે સરકાર ચાલે? પણ કૉન્ગ્રેસના મિત્રો રાજ્યપાલના માધ્યમથી પૅરેલલ સરકાર ચલાવવાની કોશિશ કરી રહ્યા છે. ગવર્નર વિરુદ્ધ, રાજભવનને કૉન્ગ્રેસ ભવન બનાવવા સામે અને સરકારને ઉખેડી નાખવાના પ્રયાસો સામે આ રીતે રસ્તા પર આવવા જનતા મજબૂર થઈ છે. ગુજરાત સરકારને બરબાદ કરવાની કોશિશ કૉન્ગ્રેસ કરી રહી છે. ગુજરાત સાથે દુશ્મન જેવો વ્યવહાર કર્યો છે ત્યારે શું દિલ્હીને જવાબ આપવો જોઈએ? દિલ્હી સલ્તનતને પાઠ ભણાવવો જોઈએ?’


નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ‘લોકાયુક્તને મુદ્દે અમે મૌન રહેવાનું પસંદ કર્યું છે, કેમ કે લોકાયુક્તની બાબત ર્કોટની મૅટર છે. જોકે રાજ્યપાલની ગરિમાને નુકસાન પહોંચાડનાર સામે આ તહોમતનામું અમે મૂક્યું છે.’


ગુજરાતને દુશ્મન-રાજ્ય માને છે એવો વ્યવહાર દિલ્હીની સરકાર કરતી હોવાનો આક્ષેપ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. કેરોસીન, ખાતર, ખાંડ, અનાજના મુદ્દે ગુજરાતને અન્યાય કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે એવી ભૂમિકા બાંધતાં તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતમાં અસંતોષ પેદા થાય, ગુજરાતની જનતા ભડકે એવા પ્રયાસો થાય છે. ગુજરાતના ગરીબો અને ખેડૂતોનું લોહી ચૂસનારી કેન્દ્રની કૉન્ગ્રેસ સરકારના એક-એક ષડ્યંત્રનો વીણી-વીણીને હિસાબ ચૂકતે કરવો પડશે.’


નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ વિરાટ જનશક્તિ કોઈકના માટે વોટ-બૅન્ક હશે, પણ મારા મને આ મારું શક્તિબળ છે. જનતા જનાર્દન મારી શક્તિ છે, તેની સેવામાં મારી જિંદગી ખપાવવાની શક્તિ માટે જનતાના આર્શીવાદ માગું છું.’


આ મહારૅલીને ગુજરાત બીજેપીના પ્રદેશપ્રમુખ આર. સી. ફળદુ અને બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોતમ રૂપાલાએ સંબોધી હતી. ગુજરાત સરકારના પ્રધાનમંડળના સભ્યો, હોદ્દેદારો તેમ જ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગુજરાતનાં રાજ્યપાલ સામે તહોમતનામું


અમદાવાદ: ગુજરાત બીજેપીએ ગઈ કાલે યોજેલી મહારૅલીમાં ગુજરાતનાં રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલ સામે તહોમતનામું ફરમાવીને રાજ્યપાલને તાત્કાલિક પાછાં બોલાવી લેવા કેન્દ્રની કૉન્ગ્રેસ શાસિત યુપીએ સરકાર પાસે માગણી કરતો પ્રસ્તાવ ગુજરાત બીજેપીએ પસાર કર્યો હતો.


બીજેપી ગુજરાતના પ્રદેશપ્રમુખ આર. સી. ફળદુએ સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રજાજીવનની હાલાકીને દૂર કરવા ઇમ્પૅક્ટ ફી વિધેયક, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને ૫૦ ટકા અનામત, નશાબંધીના કાયદાના કડક અમલ માટેના વિધેયક સહિતનાં વિધેયકો ગુજરાત વિધાનસભામાં પાસ કરવામાં આવ્યાં હતાં. આ વિધેયકો વિશે અસંગત કારણો દર્શાવી નામંજૂર કરવાના નર્ણિયો સામે ગુજરાત બીજેપીની સભા રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલને રાજ્યપાલપદેથી પરત બોલાવવા આ સાથે ઠરાવે છે અને રાજભવનને કૉન્ગ્રેસ ભવન બનાવનાર રાજ્યપાલને કેન્દ્રની કૉન્ગ્રેસ સરકાર તત્કાળ પરત બોલાવે એવી માગણી કરીએ છીએ.’


ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘અમને આમ કરવામાં આનંદ નથી આવતો. રાજ્યપાલ સામે ક્યારેય વિવેક ઓળંગ્યો નથી, પણ અમારે મન ગુજરાતની પ્રાથમિકતા છે એટલે નાછૂટકે, ભારે હૈયે આ જનઆક્રોશને અભિïવ્યક્ત કરવા મજબૂર બનવું પડ્યું છે. ન્યાય માટેની અને ગુજરાતના સ્વાભિમાન માટેની આ લડાઈ છે.’

મોદીએ તડકામાં ઊભા રહી એક કલાક સુધી રૅલીને સંબોધન કર્યું
અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તડકામાં ઊભા રહીને અમદાવાદમાં ભાદરવા મહિનાના તાપમાં ભરબપોરે એક કલાક સુધી જાહેર સભાને સંબોધી હતી. અમદાવાદના વjાાલમાં યોજાયેલી આ મહારૅલીમાં વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. ભરબપોરે ધોમધખતો તડકો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ છાંયડામાં ઊભા રહી ભાષણ આપવાને બદલે સ્ટેજની આગળની સાઇડે જઈને ભરતડકામાં ઊભા રહીને સભાને સંબોધવાનું પસંદ કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK