ગાંધીધામમાં મોદીના ડુપ્લિકેટ કૉન્ગ્રેસીએ ઘરનાં ફૉર્મ વહેંય્યાં

Published: 22nd August, 2012 02:36 IST

  મંગળવારથી શરૂ થયેલા કૉન્ગ્રેસના ‘ઘરનું ઘર’ યોજનાને ગુજરાતમાં અદ્ભુત રિસ્પૉન્સ મળતાં ગઈ કાલે ગુજરાત કૉન્ગ્રેસે આ યોજનાનાં ફૉર્મ નવેસરથી છપાવવાં પડ્યાં હતાં.

 

modi-gandhidham

રશ્મિન શાહ

ગાંધીધામ, તા. ૨૨

ફૉર્મ-વિતરણ માટે ગઈ કાલે કચ્છ જિલ્લાના ગાંધીધામમાં કૉન્ગ્રેસે નકલી નરેન્દ્ર મોદીને હાજર રાખ્યા હતા અને ફૉર્મ-વિતરણની શરૂઆત તેમની પાસેથી કરાવવામાં આવી હતી. ડિટો નરેન્દ્ર મોદી જેવા દેખાતા લાલજીભાઈ દેવડિયા નામના મહાનુભાવે આવીને એવી જ સ્ટાઇલથી વાતો કરી હતી જેવી સ્ટાઇલથી ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી કરે છે અને એવી જ રીતે બહેનોને મળ્યાં હતા જેવી રીતે ભાઈ મોદી બહેનોને મળે છે.

ત્રણ દિવસ સુધી ચાલનારા આ ફૉર્મ-વિતરણના પહેલા જ દિવસ ફૉર્મ માટે પડાપડી થઈ હતી. ગુજરાત કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘એક જ દિવસમાં ૨૭ લાખ ફૉર્મનું વિતરણ થઈ ગયું હોવાથી અમે ફરીથી બાર લાખ ફૉર્મ છપાવ્યાં છે. જો જરૂરી લાગશે તો ફૉર્મ-વિતરણના દિવસો પણ વધારીશું.’

પહેલા દિવસે સર્જાયેલી અવ્યવસ્થા પછી ગઈ કાલે કૉન્ગ્રેસ કાર્યાલયમાં સિક્યૉરિટીની વ્યવસ્થા કરવામાં આવી હતી, એમ છતાં અવ્યવસ્થા ચાલુ રહી હતી, જેને કારણે પોલીસે ગુજરાતભરનાં અલગ-અલગ શહેરોમાંથી કૉન્ગ્રેસી કાર્યકરોની ધરપકડ કરવી પડી હતી, જેમાં સૌથી વધુ ચાર કાર્યકરોને જૂનાગઢ શહેરમાંથી પકડવામાં આવ્યા હતા.

 

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK