Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીને મળવા માટે વિશ્વના નેતાઓ તલપાપડ

નરેન્દ્ર મોદીને મળવા માટે વિશ્વના નેતાઓ તલપાપડ

12 November, 2014 03:32 AM IST |

નરેન્દ્ર મોદીને મળવા માટે વિશ્વના નેતાઓ તલપાપડ

 નરેન્દ્ર મોદીને મળવા માટે વિશ્વના નેતાઓ તલપાપડ



modi meet



પધારો, મોંઘેરા મહેમાન : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની દસ દિવસની વિદેશયાત્રાના પ્રથમ ચરણમાં ગઈ કાલે મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ થેઇન સેઇનની પ્રેસિડેન્શિયલ પૅલેસ ખાતે મુલાકાત લીધી હતી.

પૂર્વ એશિયા અને ગ્રુપ ઑફ ટ્વેન્ટી દેશોની આગામી શિખરપરિષદોમાં વિશ્વના પાંચ સૌથી વધુ શક્તિશાળી નેતાઓ બરાક ઓબામા, વ્લાદિમિર પુતિન, શી જિનપિંગ, શિન્ઝો અબે અને અન્ગેલા ર્મેકલની સરખામણીએ વધુ મહત્વ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યું હોય એવું લાગે છે.

મ્યાનમાર અને ઑસ્ટ્રેલિયામાં આ અઠવાડિયે યોજાનારી પૂર્વ એશિયા, આસિયાન અને ગ્રુપ ઑફ ટ્વેન્ટીની શિખરપરિષદો દરમ્યાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી મંત્રણા માટે ઘણા દેશોના વડા પ્રધાનો તથા રાષ્ટ્રપતિઓએ વિનંતીપત્રો મોકલ્યા છે. મલેશિયા અને સિંગાપોરના વડા પ્રધાનો નરેન્દ્ર મોદીને મળવા ઇચ્છે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પણ નરેન્દ્ર મોદીને મળવા ઉત્સુક છે.

વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર મ્યાનમારના પાટનગર ને પિ ટો અને ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાનારી શિખરપરિષદોમાં નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા અનેક નેતાઓએ વ્યક્ત કરી છે. કેટલાકે તો આ માટે ટાઇમ-સ્લૉટ પણ રિઝર્વ રાખ્યા છે. આ શિખરપરિષદોમાં કેટલાક નેતાઓ કૉમન છે એટલે આ નેતાઓના કાર્યક્રમોના આધારે નરેન્દ્ર મોદીની મીટિંગો ફિક્સ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.

એક અન્ય અધિકારીના જણાવ્યા અનુસાર જેમણે નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે એ નેતાઓ ભારત સાથે આર્થિક સહકાર વધારવા ઇચ્છે છે. નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં તેમને બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ વધારવાની તકો દેખાઈ રહી છે.

નરેન્દ્ર મોદી તેમના દસ દિવસના વિદેશપ્રવાસ દરમ્યાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ ડિલ્મા રૉસેફને મળવાના છે. અન્ગેલા ર્મેકલ અને બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કૅમેરન સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત હજી સુધી નથી થઈ. એટલે નરેન્દ્ર મોદી આ બન્નેને મળવાનો આગ્રહ રાખે એ સ્વાભાવિક છે. પુતિન તો ડિસેમ્બરમાં ભારત આવવાના છે. આ ઉપરાંત ફ્રાન્સ, ઇટલી, સાઉદી અરેબિયા, તુર્કી, મેક્સિકો, આર્જેન્ટિના અને નાઇજીરિયાના નેતાઓને પણ નરેન્દ્ર મોદી ગ્રુપ ઑફ ટ્વેન્ટીની બ્રિસ્બેનમાં યોજાનારી શિખરપરિષદમાં મળી શકે છે. કૅનેડાના વડા પ્રધાન, સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ અને યુરોપિયન સંઘના નેતાઓની મુલાકાત પણ નરેન્દ્ર મોદી સાથે થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2014 03:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK