રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે અડવાણીએ બે દાયકાથી સોમનાથ આવવાની પરંપરા તોડી એનો બદલો વાળવા મોદીએ નવી દિલ્હી નહીં જવાનું નક્કી કર્યું છે. અડવાણીએ રથયાત્રા ગુજરાતને બદલે બિહારથી કાઢીને પણ પોતાનો મોદી સાથેનો ખટરાગ જાહેર કર્યો હતો. જોકે મોદી અડવાણીની રથયાત્રાની તરફેણમાં નહોતા.’
બીજેપીના પ્રવક્તા અને પ્રમુખે અડવાણી અને મોદી વચ્ચે તિરાડ પડી હોવાની વાતને નકારી કાઢી હતી. બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘અમે મોદી સાથે વાતચીત કરી રહ્યા છીએ. સામાન્ય રીતે તેઓ આવે છે, પરંતુ આ વખતે નવરાત્રિ છે.’
આ અગાઉ મોદીએ સદ્ભાવના મિશનમાં ત્રણ દિવસ ઉપવાસ કર્યા હતા અને અડવાણીએ પહેલા દિવસે એમાં હાજરી આપી હતી. મુખ્ય પ્રધાન મોદીએ સરકારી નવરાત્રિ ૨૦૧૧ ફેસ્ટિવલનું ઇનોગ્રેશન કર્યું છે અને આમાં ૧૭ દેશોના હાઈ કમિશનરો હાજરી આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ ઉત્સવથી ગુજરાત વિશ્વ ટૂરિઝમના નકશા પર મુકાય છે.
PM Modiનો પત્ર મળતાં ખુશીથી ઝૂમ્યા અનુપમ ખેર, જાણો શું છે લેટરમાં...
27th February, 2021 12:26 ISTવોકલ ફૉર લોકલ: PM મોદી આજે કરશે 'India Toy Fair'નું ઉદ્ઘાટન
27th February, 2021 10:09 ISTભાગેડુ નીરવ મોદીની થશે ભારત વાપસી
26th February, 2021 11:01 ISTમોટેરા બન્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
25th February, 2021 09:06 IST