ગઈ કાલે પ્રચાર-વિરામના દિવસે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ચાલતી મોરારીબાપુની રામકથામાં કથા સાંભળવા અને મોરારીબાપુનાં દર્શન કરવા માટે કર્ણાવતી ક્લબ પહોંચ્યા. મોદી કથામાં બેઠા હતા ત્યારે જ ગુજરાત કૉન્ગ્રેસના નેતાઓએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને એમાં ઍનાઉન્સમેન્ટ કરી કે મોદી ઇષાર્ળુ અને આઇડિયા ચોર છે. અમે રામકથામાં જવાના હતા એ વાતની તેમને ખબર પડી ગઈ એટલે હવે તે ત્યાં જઈને બેસી ગયા છે. પ્રેસ-કૉન્ફરન્સ પછી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ‘અમે ગઈ કાલે સવારે સાત વાગ્યે જ નક્કી કરી લીધું હતું કે સવારે દસ વાગ્યાની પ્રેસ-કૉન્ફરન્સ પૂરી કરીને સીધું રામકથામાં જવું, પણ મોદીને આની ખબર પડી ગઈ એટલે તે કોઈ પણ જાતની તૈયારીઓ વિના સીધા કથાસ્થળે પહોંચી ગયા.મોદી ઇષાર્ળુ છે, આઇડિયા ચોર છે.’
ગુજરાત બીજેપીના મિડિયા કન્વીનર ડૉ. જગદીશ ભાવસારે કહ્યું હતું કે ‘રામકથાનું સ્થળ એ કોઈની માલિકીનું સ્થળ નથી. જેણે જવું હોય એ જઈ શકે છે. મોરારીબાપુ પ્રત્યે નરેન્દ્ર મોદીને અંગત લાગણી છે. બાપુની હમણાં તબિયત ખરાબ હતી ત્યારે નરેન્દ્ર મોદી ખાસ તેમની તબિયત જોવા માટે મહુવા ગયા હતા’
મોદી રામકથામાં પહેલા પહોંચી ગયા હોવાથી કૉન્ગ્રેસના નેતા બપોરે આરતીના ટાઇમે રામકથા પર પહોંચ્યા હતા. કૉન્ગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી રામકથાની આ મહાભારત માટે કોઈ પણ પ્રકારની ટીકાટિપ્પણ કરવાની મોરારીબાપુએ ‘મિડ-ડે’ને નમþપણે ના પાડી દીધી હતી.
દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક
26th January, 2021 17:51 ISTવિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
26th January, 2021 16:44 ISTપ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં PM મોદીની જામનગરની પાઘડી વિશે જાણો
26th January, 2021 15:37 ISTદુબઈના ભારતીય ટીનેજરે રિપબ્લિક ડેના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપી પોર્ટ્રેટની ભેટ
26th January, 2021 08:21 IST