Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી, તમને લાગશે ગાયની હાય

નરેન્દ્ર મોદી, તમને લાગશે ગાયની હાય

27 August, 2012 03:02 AM IST |

નરેન્દ્ર મોદી, તમને લાગશે ગાયની હાય

નરેન્દ્ર મોદી, તમને લાગશે ગાયની હાય


modi-cowનરેન્દ્ર મોદીના શાસન અને નરેન્દ્ર મોદીના સ્વભાવમાં રહેલી કિન્નાખોરીને લગતાં પોસ્ટર તો અગાઉ અનેક વાર ગુજરાતમાં લાગી ગયાં છે, પણ ગઈ કાલે અમદાવાદના ખોખરા અને મણિનગર વિસ્તારમાં નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં અને ગાયોને સંબોધીને પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં. આ વિસ્તારમાં વીસેક જગ્યાએ લાગેલાં આ પોસ્ટરોમાં લખ્યું હતું કે હાય રે મોદી હાય, તમને લાગશે ગાયોની હાય.

ગુજરાતમાં ચાલી રહેલી ગૌહત્યાના વિરોધમાં લગાવવામાં આવેલાં આ પોસ્ટર વિશ્વ હિન્દુ પરિષદ કે સાધુસમાજના કોઈક જૂથે લગાડ્યાં હોવાનું પોલીસનું માનવું છે. પોસ્ટર લાગ્યાના સમાચાર મYયા પછી અડધો જ કલાકમાં એ પોસ્ટર ઉતારવા માટે પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ગઈ કાલે મિડિયાના કર્મચારીઓને આ ફોટોગ્રાફ ન છાપવા માટે વિનંતી પણ કરી હતી.



ગઈ કાલે આખો દિવસ પોલીસ અમદાવાદમાં અન્ય કોઈ વિસ્તારોમાં આવાં પોસ્ટર લાગ્યાં છે કે નહીં એની તપાસ કરવામાં વ્યસ્ત હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2012 03:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK