Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > NCB: મુચ્છડ પાનવાળાને ગાંજાવાળી 'પ્રાકૃતિક' પ્રોડક્ટ ટેસ્ટ કરવા અપાઇ

NCB: મુચ્છડ પાનવાળાને ગાંજાવાળી 'પ્રાકૃતિક' પ્રોડક્ટ ટેસ્ટ કરવા અપાઇ

15 January, 2021 12:06 PM IST | Mumbai
Vishal Singh

NCB: મુચ્છડ પાનવાળાને ગાંજાવાળી 'પ્રાકૃતિક' પ્રોડક્ટ ટેસ્ટ કરવા અપાઇ

ગાંજાવાળી પ્રોડક્ટ્સ ચાલે છે કે કેમ એ જોવા માટે પાનવાળાને અપાઇ હતી

ગાંજાવાળી પ્રોડક્ટ્સ ચાલે છે કે કેમ એ જોવા માટે પાનવાળાને અપાઇ હતી


નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ ગુરૂવારે એનસીપી લીડર નવાબ મલિકના જમાઇ સમીર ખાનની ધરપકડ કરી. આ ધરપકડનું કારણ એ હતું કે તે યુએસ બેઝ્ડ કેનેબિઝ એટલે કે ગાંજાની કેમિકલ પ્રોડક્ટ લૉન્ચ કરવાની તજવીજમાં હતો. તે મુંબઇમાં આ પ્રોડક્ટ હર્બલ જોઇન્ટ્સ તરીકે લૉન્ચ કરવા માગતો હતો સમીર ખાન અને બ્રિટીશ નાગરિક કરણ સંજનાણીએ આ પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનો પ્લાન કર્યો હતો અને તે સેઇન્ટ્સ જોઇન્ટ્સને નામે તેને વેચવાના હતા. તેઓ આ માર્કેટિંગ માટે ફેસ માસ્ક પર તેનો લોગો અને ઓનલાઇન કેમ્પેઇન કરવા માગતા હતા. એનસીબીના ઑફિસર્સે જણાવ્યું કે સંજનાણીએ આ પ્રોડ્કટમાં લોકોને રસ પડે છે કે કેમ તેનું ટેસ્ટિંગ કરવા માટે મુચ્છડ પાનવાળાને આપી હતી. 

muchchad pan



સફેદ માસ્કમાં સમીર ખાન (તસવીર - સુરેશ કારકેરા)


સેન્ટ્સ જોઇન્ટ્સ જ્યોર્જ ટાઉનમાં શોધાયા હતા જે વોશિંગ્ટન ડીસીની બાજુમાં આવેલું શહેર છે. સેન્ટ્સ દ્વારા સૌથી સારી ગુણવત્તાના કેનેબિઝ બનાવાય છે અને તે બનાવવા માટે પ્રાકૃિતક ચીજોનો જ ઉપયોગ કરાય છે. સંજનાણીએ જે ડ્રગ મુચ્છડ પાનવાલા, રામકુમાર તિવારીને આપી હતી તે બાદમાં એનસબીના અધિકારીઓએ જપ્ત કરી લીધી હતી. 

એનસીબી ઑફિસરે મિડ-ડેને જણાવ્યું હતું કે, "તેઓ સેન્ટ્સ જોઇન્ટ્સ અહીં હર્બલ પ્રોડક્ટને નામે વેચવા માગતા હતા અને માસ્ક્સ પર તેનો લોગો છાપીને તેનું માર્કેટિંગ કરવા માગતા હતા." એનસીબીના સુત્રો અનુસાર સમીર ખાન અને સંજનાણી તો તેમના રડાર પર લાંબા સમયથી હતા અને સંજનાણીની યોજના હતી કે નશીલી ચીજને પ્રાકૃતિક પ્રોડક્ટને નામે વેચવી, આ માટે તેમે અમેરિકાથી કુરિયર દ્વારા ડ્રગ્ઝ પણ ઓર્ડર કરી હતી.


muchchad pan

સ્ટ્રાઇપ્ડ શર્ટમાં કરણ સંજનાણી

એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મિડ-ડેને જણાવ્યું કે, "આ કેસમાં અમારી પાસે ઘણાં ડિજીટલ પુરાવા છે જેમાં ચેટ્સ, વોઇસ નોટ્સ અને કૉલ રેકોર્ડિંગ્ઝ છે." સંજનાણીની પુછપરછ બાદ સમીર ખાનની ધરપકડ થઇ હતી કારણકે દાવો હતો કે સંજનાણીને ફાઇનાન્સ તેની પાસેથી જ મળવાનું હતું તેવું સંજનાણીએ પુછપરછમાં કબૂલ્યું હતું. ખાનની યોજના હતી કે સીબીડી ઓઇલ અને કેમિકલ્સને ગાંજામાં ભેળવીને વેચવા.એનસીબી અનુસાર સંજનાણીએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે ખાને તેને માર્કેટિંગ માટે પૈસા આપ્યા હતા જેનાથી સીબીડી ભેળવેલી મારિઆના (Marijuana) વેચી શકાય. સમીર ખાને તેના સ્ટેટમેન્ટમાં કબૂલ્યું કે તેણે સંજનાણી પાસેથી સીબીડી ઓઇલ ભેળવેલો ગાંજો મેળવ્યો અને પછી વેચી નાખ્યો. 

muchchad pan

કેમ્પ્સ કોર્નર પર મુુચ્છડ પાનનો સ્ટોલ - તસવીર - પ્રદીપ ધીવર

એનસીબીએના સ્પેશ્ય પ્રોસિક્યૂટર અતુલ સરપાંડેએ એસપ્લાન્ડે કોર્ટને ગુરૂવારે કહ્યું કે સંજનાણી અને ખાનની જે ચેટ્સ સોશ્યલ મીડિયા પર હતી તેમાં કોન્ટ્રાબેન્ડના વેચાણની વાત હતી અને ગેરકાયદે બિઝનેસને ફાઇનાન્સ કરવાની વાત પણ હતી. તેણે કોર્ટને આ બંન્ને જણ વચ્ચેની વૉટ્સએપ ચેટ પણ બતાડી. સંજનાણીએ ખાનને વ઼ૉટ્સએપ પર ડ્રગ્ઝના ફોટા પણ મોકલ્યા હતા. એનસીબીના અન્ય એક અધિકારીએ મિડ-ડેને કહ્યું કે સંજનાણીના એકાઉન્ટમાં ખાને છેલ્લા કેટલાક મહિનાઓમાં પાંચથી છ લાખ રૂપિયા એકથી વધુ વખત ટ્રાન્સફર કર્યા હતા. 

 

 

 
Whatsapp-channel Whatsapp-channel

15 January, 2021 12:06 PM IST | Mumbai | Vishal Singh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK