નારાયણ રાણે પર મોતિયાની સફળ સર્જરી

Published: 28th September, 2011 17:02 IST

  ટોચના રાજકારણી અને કૉન્ગ્રેસના રેવન્યુપ્રધાન નારાયણ રાણેને તેમના અનિયંત્રિત શુગર-લેવલને કારણે બે દિવસથી બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આખરે આ લેવલ કાબૂમાં આવતાં તેમનો મોતિયો દૂર કરવાની સર્જરી કરવામાં આïવી હતી અને સફળ સર્જરી બાદ ગઈ કાલે સવારે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

 


નારાયણ રાણેને છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઇપ ટૂ ડાયાબિટીઝ છે અને છેલ્લા કેટલાક સમયથી તેમના શુગર-લેવલમાં ભારે ફેરફાર થઈ રહ્યા હતા જેના પર નિયંત્રણ મેળવવા ડૉક્ટરોએ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. નારાયણ રાણેને ડાયાબિટીઝ સિવાય હાઇપરટેન્શનની સમસ્યા પણ સતાવે છે. ડૉક્ટરોનું કહેવું છે કે શુગરના લેવલમાં ભારે ફેરફાર થવાથી સ્ટ્રોક અને હાર્ટઅટૅકનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાણી-પીણીની આદતોને કારણે શુગર-લેવલમાં ભારે ફેરફાર નોંધાય છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK