અહીં દિવાળી પર કરવામાં આવે છે શ્વાનની પૂજા, પાંચ દિવસનો હોય છે તહેવાર

Published: Oct 27, 2019, 09:35 IST | નેપાળ

દિવાળી એટલે રંગો અને રોશનીનો તહેવાર. માતા લક્ષ્મીની પૂજા કરવાનો દિવસ. પણ શું તમને ખબર છે એક જગ્યા એવી પણ છે જયાં આ દિવસે શ્વાનની પૂજા કરવામાં આવે છે.

દિવાળી પર શ્વાનની પૂજા
દિવાળી પર શ્વાનની પૂજા

આમ તો દિવાળી ભારત સહિત દુનિયાના લગભગ બધા દેશોમાં ઉજવવામાં આવે છે, પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં આ પર્વ કાંઈક અલગ રીતે મનાવવામાં આવે છે. પાડોશી દેશ નેપાળમાં શ્વાનની પૂજા કરવામાં આવે છે. નેપાળમાં આ પ્રકાશપર્વને તિહાર કહેવામાં આવે છે. આ બિલકુલ એવી જ રીતે મનાવવામાં આવે છે, જેમ ભારતમાં દિવાળી મનાવવામાં આવે છે. પરંતુ તેના આગળના દિવસે વધુ એક દિવાળી મનાવવામાં આવે છે. જેને કુકુર તિહાર કહેવામાં આવે છે. જેના પર શ્વાનની પૂજા કરવામાં આવે છે. તેમના માટે ખાસ વ્યંજન પણ તૈયાર કરવામાં આવે છે અને તેમને દહીં ખવડાવવામાં આવે છે.

ખાસ વાત એ છે કે આ દિવાળી અહીં જ ખતમ નથી થતી પરંતુ પાંચ દિવસ ચાલે છે. આ દરમિયાન લોકો અલગ-અલગ જાનવર જેવા કે ગાય, શ્વાન, કાગડા, બળદ વગેરેની પૂજા કરે છે. લોકો આવું એટલા માટે કરે છે કે તેમની કામના હોય છે કે શ્વાન હંમેશા તેમની સાથે રહે. કુકુર તિહારમાં વિશ્વાસ કરતા લોકો શ્વાનને યમ દેવતાનો સંદેશવાહક માને છે.

દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે, પરંતુ તેની ઉજવણી કરવાની અલગ અલગ રીત છે. છત્તીસગઢના જશપુર જિલ્લામાં અસુર જનજાતિના કેટલાક ગામ છે. તેઓ ખુદને અસુરરાજ મહિષાસુરના વંશજ માને છે અને તેઓ આદિવાસી દિવાળી મનાવે છે. જો કે તેઓ દેવી દેવતાઓની પહેલા ઘરના બુઝુર્ગોની પૂજા કરે છે.

આ પણ જુઓઃ આ દિવાળી દેખાવું છે હટકે! તો ફૉલો કરો ગુજરાતી અભિનેત્રીઓના સ્ટાઈલ સ્ટેટમેન્ટને..

દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, આ લોકો દેવી-દેવતાની પૂજા કરતા પહેલા ઘરના બુઝુર્ગોની પૂજા કરીને આશીર્વાદ લે છે. દિવાળી પર પણ પણ પારંપરિક પૂજા પહેલા વડીલોની પૂજા કરીને તેમને આશીર્વાદ લે છે. જેની પાછળ સમાજની માન્યતા છે કે તેઓ કદાચ ગાઢ જંગલમાં ખોવાઈ જાય તો વડીલોના આશીર્વાદ જ તેમને સુરક્ષિત પાછા ફરવાનો રસ્તો બતાવે છે. ધન-દોલતની પાછળ ન ભાગતા આ આદિવાસીઓ માટે વન્યજીવન જ અમૂલ્ય સંપત્તિ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK