નંદીશે જે સ્ટાઇલમાં રશ્મિને પ્રપોઝ કર્યું... કોઈ છોકરી ના પાડી જ ન શકે (પીપલ-લાઇવ)

Published: 14th September, 2012 06:49 IST

ઉતરન સિરિયલથી વધુ જાણીતા બનેલા વીર એટલે કે નંદીશ સંધુ અને તપસ્યા એટલે કે રશ્મિ દેસાઈને પરસ્પર ક્યારે પ્યાર થઈ ગયો એની ખબર જ ન પડી

(પીપલ-લાઇવ - પ્યાર કી યે કહાની સુનો - પલ્લવી આચાર્ય)

પહેલાં તો અમે ફ્રેન્ડ પણ નહોતાં, વાત પણ નહોતાં કરતાં. કોઈ વાર વાત થતી એ માત્ર પ્રોફેશનલ બેઝ પર હાય-હલ્લો ટાઇપની કે કોઈ સીન ડિસ્કસ કરવા માટે કે કોઈ ડાયલૉગ્સ ડિસ્કસ કરવા પૂરતી જ... એ સમયની વાતોને ‘મિડ-ડે’ સાથે શૅર કરતાં નંદીશ વધુમાં કહે છે, ‘રશ્મિ અને હું પહેલી વાર ‘ઉતરન’ના સેટ પર મળ્યાં હતાં. સાથે કામ કરતા લોકો મળે એ રીતે જ. અમારો પ્યાર લવ ઍટ ફસ્ર્ટ સાઇટ હરગિજ નથી.’

કોઈ ગમવા લાગ્યું

રશ્મિ અને નંદીશ વચ્ચે પહેલાં દોસ્તી પણ નહોતી. કલાકોના કલાકો સાથે શૂટિંગ કરતાં હોવાથી ધીમે-ધીમે દોસ્તી થઈ, પણ પ્રોફેશનની વાતો જ ડિસ્કસ કરતાં. પછીથી કોઈ એક્સાઇટમેન્ટ હોય, સૅડનેસ હોય કે એ ટાઇપની પર્સનલ વાતો પણ પરસ્પર શૅર કરવા લાગ્યાં અને તેઓ સારાં મિત્ર બની ગયાં એની વાત કરતાં રશ્મિ કહે છે, ‘અમે વધુ સારા ફ્રેન્ડ બની શક્યાં, કારણ કે અમારી ઘણીબધી પસંદ-નાપસંદ, આદતો અને ઘણીબધી વાતો એકબીજાને મળતી હતી. ખાવા-પીવાના શોખ સરખા હતા અને શૂટિંગના કારણે મોટા ભાગનો સમય અમે સાથે ને સાથે જ હતાં.’

તેમની આ મૈત્રી આગળ જતાં કેવી ગાઢ બની એની વાત કરતાં નંદીશ કહે છે, ‘અમારી દોસ્તી ક્યારે થઈ અને દોસ્તી લાઇકિંગમાં ક્યારે બદલાઈ ગઈ એની ખબર જ પડી.’

ચુરા લિયા હૈ તુમને જો...

રશ્મિ અન નંદીશ પરસ્પરને ગમવા લાગ્યાં પછી તો એક સમય એવો આવ્યો કે ક્યારે સાથે ટાઇમ સ્પેન્ડ કરવા મળે! રશ્મિનું કહેવું છે ઘણી વાર ૪૮ કલાક શૂટિંગ ચાલે, સાથે હોવા છતાં એકબીજા સાથેનો સમય ન મળે એથી ફ્રસ્ટ્રેટ થઈ જવાતું. તેઓ પરસ્પર કૅર કરવા લાગ્યાં હતાં.

વાતમાં જોડાતાં નંદીશ કહે છે, ‘ઘણીબધી વાર રશ્મિ મને ભાવતું ગુજરાતી ક્વિઝિન મારા માટે ઘરેથી લઈ આવતી. ગુજરાતી દાળ, થેપલાં, ખાંડવી, દેસાઈવડાં વગેરે તે મારા માટે લઈ આવતી હતી. એક વાર મારા બર્થ-ડે પર હું મારા ફ્રેન્ડ્સ સાથે હતો ત્યાં તે મને વિશ કરવા આવી હતી. શૂટીંગ પત્યા પછી તેઓ મળતાં, ફરવા જતાં, ડિનર પર જતાં કે લૉન્ગ ડ્રાઇવ પર જતાં હતાં.’

રશ્મિ કહે છે, ‘કામને લઈને ઘણી વાર અમે એટલાં બોર થઈ જતાં, એથી હંમેશાં વિચારતાં હતાં કે એકબીજા માટે કંઈક નવું શું કરીશું?’

 સાત રંગ કે સપને...

સમય તેમણે ચુરાવી લેવો પડતો હતો એની વાત કરતાં નંદીશ કહે છે, ‘કોઈ વાર લૉન્ગ ડ્રાઇવ જતાં, ડિનર લેતાં, તેને ચટપટું કંઈ ખાવું હોય તો ત્યાં જતાં તેને પસંદ હોય ત્યાં હું લઈ જતો. કોઈ વાર અવૉર્ડ ફંક્શનમાં સાથે જતાં, એક વાર રિહર્સલ પછી અમે સાથે હતાં ને રશ્મિની મમ્મીનો તેને ફોન આવ્યો કે હજી ઘરે નથી આવી તો અમે ખોટું પણ બોલી લીધું કે હજી રિહર્સલમાં છીએ. કેટલીક વાર આવું નાનું-મોટું જૂઠ પણ બોલી લેવું પડતું. કેટલીયે વાર પ્લાન બને અને કૅન્સલ પણ થઈ જતા, લેટ થઈ જતાં અને ત્યારે આવી સિચુએશન્સમાં પ્રેમીઓ વચ્ચે જેવી લડાઈ થાય એવા ઝઘડા પણ થતા. કેટલીક વાર શૂટિંગમાં વાત પણ ન થઈ શકે એટલાં બિઝી રહેતાં, પણ છતાં રશ્મિ મારી આસપાસ છે એ જોઈને પણ એવી ફીલિગ થતી... કે બધો જ થાક ઊતરી જતો.’

નંદીશની વાતો કરતાં રશ્મિ પણ અટકતી નથી, કહે છે, ‘તે એટલો કૅરીંગ અને લવિંગ છે કે આજે પણ શૂટિંગના બિઝી શેડ્યુલમાંથી પણ ટાઇમ કાઢી દિવસમાં ૧૦ વાર ફોન કરી પૂછે શુ કરે છે? ખાધું કે નહીં... તે મારું બહુ ધ્યાન રાખે છે. હું મારી આજુબાજુના બધાનું ધ્યાન રાખું, પણ મારું ધ્યાન નથી રાખતી, કારણ કે મને એમ છે કે બધા ખુશ રહેવા જોઈએ. મારી દરેકેદરેક જરૂરિયાતનું પણ ધ્યાન રાખે. કોઈ વાર કોઈ ચીજની મેં અમસ્તી વાત પણ કરી હોય તો એ એક વીકમાં એ વસ્તુ હાજર કરી દે. તેને એમ છે કે હું વિશ કરું એ વસ્તુ મારી પાસે હોવી જોઈએ.’

પટ બ્યાહ

પ્રપોઝ પછી અઢીથી ત્રણ મહિનામાં તેમણે ર્કોટ-મૅરેજ કર્યા, કારણ કે બન્નેનાં ઘરવાળાંનું કહેવું હતું કે પ્રપ્રોઝ કરી જ ચૂક્યાં છો તો પરણી પણ લો, પણ તેમને ટાઇમ નહોતો તેથી ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧એ ર્કોટમાં લગ્ન કયાર઼્ અને ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૨એ નંદીશના ગામ ધોલપુરમાં પ્રૉપર લગ્ન કર્યાં. ર્કોટ-મૅરેજ પછી રશ્મિએ નંદીશના બર્થ-ડે પર સરપ્રાઇઝ પાર્ટી આપી ત્યારે તેના ભાઈને પણ ધોલપુરથી બોલાવ્યો હતો. એ વિશે રશ્મિ કહે છે ‘નંદીશને કૅન્ડલ્સ અને ફલાવર્સનો શોખ હોવાથી આખું ઘર કૅન્ડલ અને ફ્લાવર્સથી શણગાર્યું. ફૅનની પાંખો પર પણ ગુલાબની પત્તાઓ ગોઠવી, જેથી તેના પર એની વર્ષા થાય.’

લગ્ન પછી તેમના બ્રેક-અપની વાતો આવી હતી એ બાબત રશ્મિ કહે છે, ‘ત્યારે તો અમે ઇન્ડિયામાં જ નહોતાં. જ્યારે કંઈ છે જ નહીં તો મારે આ વાતનો ખુલાસો શા માટે કરવો જોઈએ?’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK