Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Namaste Trump: અમદાવાદની પરોણાગતમાં ટ્રમ્પને બીફ નહીં આદુવાળી ચ્હા

Namaste Trump: અમદાવાદની પરોણાગતમાં ટ્રમ્પને બીફ નહીં આદુવાળી ચ્હા

28 February, 2020 12:28 PM IST | Ahmedabad
Mumbai Desk

Namaste Trump: અમદાવાદની પરોણાગતમાં ટ્રમ્પને બીફ નહીં આદુવાળી ચ્હા

ટ્રમ્પને બીફ ખાવા નહીં મળે, જમશે શાકાહારી

ટ્રમ્પને બીફ ખાવા નહીં મળે, જમશે શાકાહારી


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની સાથે આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે ભોજન માટે પ્રખ્યાત ગુજરાતમાં તેમની પરોણાગત બરાબર થાય તેની પુરી તકેદારી રખાઇ છે. આમ તો ટ્રમ્પને નોન વેજીટેરિયન પસંદ છે પણ અમદાવાદની મુલાકાત દરમિયાન તેઓ શાકાહારી ભોજન ખાશે. કેચ-અપ અને બીફ સૉસેજિઝનાં શોખીન ્ટ્રમ્પને આમ તો સલાડ પણ બહુ ભાવે છે. ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલના શેફ સુરેશ ખન્ના ટ્રમ્પને ફોર્ચ્યુન સિગ્નેચર કુકિઝ, નાયલૉન ખમણ, બ્રોકોલી અને કોર્ન સમોસા સાથે આદુવાળી ચ્હાની ચુસ્કીનો આસ્વાદ પણ આપશે. જો કે બીજા ગ્રીન ટીઝ અને લેમન ટીનાં વકિલ્પો પણ હશે. ANIને આ માહિતી આપતા સુરેશ ખન્નાએ જણાવ્યુ ંહતું કે તેઓ આ તક માટે તેઓ બહુ એક્સાઇટેડ છે. 




 આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાકાહારી છે અને માટે જ ટ્રમ્પને પણ અહીં બીફ ખાવા નહીં મળે. એરપોર્ટથી ટ્રમ્પનો કાફલો થોડો સમય સાબરમતી આશ્રમમાં પસાર કરીને મોટેરા સ્ટેડિયમ તરફ જવા રવાના થશે. અહીં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કરીને તેઓ તાજમહાલ જોવા આગ્રા રવાના થશે અને ત્યાર બાદ મોડી સાંજે દિલ્હી પહોંચશે. 


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2020 12:28 PM IST | Ahmedabad | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK